સદભાવના ગ્રુપ ટ્રસ્ટ તરફથી સરકારી શાળાના પ્રવેશ પામનાર દરેક વિદ્યાર્થીને શૈક્ષણીક કીટનું વિતરણ કરવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-10 18:10:47
  • Views : 526
  • Modified Date : 2019-06-10 18:13:46

સતત નિત નવા સેવાકીય કાર્યો કરી યુવાનોને સેવાકીય કાર્યો માટે પ્રેરતા એવા યુવાનોના સદ્ભાવના ગ્રુપ દ્વારા આજ રોજ શાળાના સત્રની શરૂઆતના પ્રથમ દિવસેજ પાલનપુરની 16 સરકારી શાળાના તમામ 872 વિદ્યાર્થીઓને આજ રોજ શેક્ષણીક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કીટમાં સુંદર મજાની બેગ ,ચોપડાઓ,પેન,પેન્સિલ,રબબર ,ચોકલેટ વગેરે આપવામાં આવ્યું હતું.આ કીટ જીલ્લા શિક્ષણાધિકારી શ્રી ની કચેરના સમ્પર્કમાં રહી તૈયાર કરવામાં આવી હતી.જીલ્લા શિક્ષણાધિકારી શ્રી ની કચેરી જોડેથી પાલનપુરની તમામ સરકારી શાળાના નવા પ્રવેશ પામનાર વિદ્યાર્થીઓના આંકડા લઇ તેમને પ્રાઇવેટ શાળાના વિદ્યાર્થીઓ ઉપયોગમાં લે એ કક્ષાની શેક્ષણીક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ કીટ આજ રોજ પ્રથમ દિવસે જેતે શાળાઓમાં જઈ શાળાના પ્રિન્સિપાલ તેમજ તેમના સ્ટાફ મિત્રોની ઉપસ્થિતિમાં આપવામાં આવી હતી.આજ રોજ આ  કાર્યક્રમમાં સદભાવના ગ્રુપના હરેશ ચૈધરી,જગદીશ કોરોટા,આશિષ પઢીયાર ,હાર્દિક ચૌધરી ,અનિલ પટેલ,રવિ દરજી ,કૌશિક ગોસ્વામી ,પ્રવીણ પટેલ ઉપસ્થિત રહેલ.

Download Our B K News Today App



Related News