હું ડીસાના વોર્ડ નં. ૧ માંથી બોલું છું... રોડના કામમાં ભ્રષ્ટાચાર, સફાઈનો અભાવ અને ચૂંટાયા પછી સદસ્ય અદૃશ્ય રહેતા હોવાના આક્ષેપો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-05 10:44:08
  • Views : 407
  • Modified Date : 2021-02-05 10:44:08

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના દિવસો નજીક આવી રહ્યા છે આગામી ૨૮ તારીખે ડીસા નગરપાલિકાની ચૂંટણી યોજનાર છે ત્યારે ગત પાંચ વર્ષમાં ડીસા નગરપાલિકાની ભાજપ ની બોડી એ સુકાન સંભાળ્યું હતું. જાેકે રહીશોએ વોર્ડ નં. ૧ માં જે રોડ બન્યા છે. તેમાં ભ્રષ્ટાચાર અને તકલાદી તેમજ ચૂંટાયાઈને ગયા પછી સદસ્યો વોર્ડમાં નહીં દેખાતા હોવાની નાગરિકોની ફરિયાદ હતી. જ્યારે સ્વચ્છતાનો અભાવ અને પાણીની સસમસ્યાથી પણ લોકો પિડાઈ રહ્યા હોવાનો આક્રોશ ઠાલવી રહ્યા છે.
ત્યારે  ગત પાંચ વર્ષ દરમિયાન તમામ વોર્ડના ઉમેદવારોનું તેમના કાર્યકાળ દરમિયાન તેમના વિસ્તારમાં તેમનું કામ કેવું રહ્યું તેનો સર્વે હાલમાં બી.કે.ન્યૂઝ દૈનિક દ્વારા કરવામાં આવી રહ્યું છે જાણો ડીસાના વોર્ડ નંબર-૧ નો
સંપર્ક કરતા ત્યાંના સ્થાનિક રહીશો દ્વારા શું મંતવ્ય રજૂ કરવામાં આવ્યા અને આગામી સમયમાં તે પોતાના વિસ્તારમાં કેવો ઉમેદવાર ઇચ્છી રહ્યા છે.

Download Our B K News Today App



Related News