ટોટાણાધામ ખાતે પ.પૂ સંતશ્રી સદારામબાપુના ભંડારા મહોત્સવમાં મિનિકુંભ સર્જાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-31 13:12:21
  • Views : 615
  • Modified Date : 2019-05-31 13:12:21

બનાસકાંઠા જિલ્લાને સમગ્ર રાજ્ય અને દેશમાં સંતસમાજને ગૌરવ અપાવનાર અને વ્યસનમુકિત તેમજ સમાજ સુધારણાનું અનેરૂ કાર્ય કરનાર શ્રધ્ધેય સંત પ.પૂ સદારામબાપા તાજેતરમાં બ્રહ્મલીન થતાં પ.પૂ. સંત સદારામબાપા ટોટાણા આશ્રમના સંતશ્રી દાસબાપા તેમજ સમસ્ત ભકતગણ અને સંત સદારામ સેવા આશ્રમ માલસર વડોદરા તથા સંતશ્રી સદારામબાપા આશ્રમ જુનાગઢ દ્વારા આયોજીત સદારામબાપુનો ભંડારા મહોત્સવ ગુરૂવારે યોજાયો હતો. જેમાં સમગ્ર ગુજરાતભરમાંથી સંતો મહંતો અને રાજકીય અને સામાજીક અગ્રણીઓ અને ધર્મપ્રેમી જનતા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેતાં મિનિકુંભ જેવો માહોલ જોવા મળ્યો હતો.કાંકરેજ તાલુકાના ટોટાણાધામ ખાતે ગુરૂવારે ટોટાણા આશ્રમના બ્રહ્મલીન સંત અને જેમણે ૨ લાખથી વધુ લોકોને વ્યસનમુકત કર્યા છે અને સમાજ સુધારણાનું સૌથી મોટુ કાર્ય કર્યુ છે.તેવા ઓલિયા સંત પુરૂષનો અવતાર જેમના જાપ, સ્મરણથી ઇશ્વરની અનુભુતિ થાય છે. તેમના આ કાર્યની નોંધ લઇ રાજય સરકારે આ કાર્ય માટે તેમને સૌથી અલભ્ય ગુજરાત ગૌરવ ગરીમા એવોર્ડ આપી સન્માનિત કર્યા છે. બાપુ બ્રહ્મલીન થયા ત્યારથી સતત ૧૫ દિવસ સુધી ગામને રોશનીથી શણગારાયું હતું. અને આશ્રમ ખાતે રામધુન, ભજન સંત્સગ, ડાયરા વગેરે જેવા કાર્યક્રમો યોજાયા હતા. તેવા સંતના ભંડારા મહોત્સવમાં જગદગુરુ રામાનંદ આશ્રમ રામાચાર્યજી મહારાજ, ભારતી આશ્રમ જુનાગઢથી ભારતીબાપુ, જગન્નાથ મંદિર અમદાવાદથી દિલીપદાસબાપુ, ભાણસાહેબ આશ્રમ જાનકીદાસબાપુ કમીજડા, કાંકરેજના દેવદરબાર જાગીર મઠના મહંત બળદેવનાથબાપુ, થરા ઝાઝાવડા વાળીનાથ મંદિરના મહંત ધનશ્યામપુરીબાપુ,  રામપુરા મઠ રુપપુરી મહારાજ, થળી મઠના મહંત જગદીશપુરી બાપુ, દુધરેજ વડવાળા ધામ કનીરામબાપુ, આસોદર મઠના મહંત  રેવાપુરીબાપુ, નોરતા આશ્રમ પાટણના મહંત દોલતરામબાપુ વગેરે સંતો મહંતો તેમજ ગુજરાતના કેબિનેટ મંત્રી દિલીપજી ઠાકોર, પાટણના પૂર્વ સાંસદ જગદીશભાઈ  ઠાકોર, નટુજી ઠાકોર, ધારાસભ્યો ચંદનજી ઠાકોર, ગેનીબેન ઠાકોર, અલ્પેશ ઠાકોર, ભરત ઠાકોર, થરા એ.પી.એમ.સી.ચેરમેન અણદાભાઇ આર પટેલ, રઘુભાઇ દેસાઇ, પૂર્વ ધારાસભ્ય ભાવસિંહ રાઠોડ, બાબુભાઇ જે.દેસાઇ, લવિંગજી ઠાકોર, થરા ઠાકોર સમાજ કેળવણી મંડળના પ્રમુખ ભુપતજી ઠાકોર, કાંગ્રેસ પ્રદેશ મંત્રી અમૃતજી ઠાકોર, જિલ્લા સદ્‌સ્ય બલાજી રાઠોડ, પુરણસિંહ વાઘેલા,થરા નગરપાલિકા ઉપ-પ્રમુખ વસંતજી ઠાકોર, રસિકજી ઠાકોર, ચંદુજી ઉણેચા, પોપટજી ઠાકોર, વિનોદજી ઠાકોર, બેબાશેઠ પાટણ, ડી.આઇ.પટેલ સિધ્ધપુર, વેલાજી ઠાકોર, ભરત ઠાકોર(સેવક), ડી.ડી.જાલેરા, જય બાબરી ટીમના અણદાભાઈ એસ.પ્રજાપતિ તથા તેમની ટીમ, ડો.ગોવિંદ ઠાકોર, ડો.કનુભાઇ ઠાકોર, ડો.વનરાજ ઠાકોર, મહેશ પ્રજાપતિ, ભુદરજી ઠાકોર, પૃથ્વીરાજસિંહ વાઘેલા, કનુભાઇ ઠકકર, દશરથજી ઠાકોર, વાલાજી ઉણેચા, સહિત સમગ્ર ગુજરાતભરમાંથી રાજકીય અને સામજીક આગેવાનો, દરેક સમાજના ભકતજનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ભંડારા મહોત્સવના દર્શન કરી ભોજન લઇ ભાવિકભકતોએ ધન્યતા અનુભવી હતી.


Download Our B K News Today App



Related News