ઉત્તર ગુજરાતની ધરતીનો ઓલીયા સદારામબાપાનો દેહવિલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-15 11:48:26
  • Views : 1651
  • Modified Date : 2019-05-15 11:48:26

સંત શ્રી સદારામબાપા દેવલોક પામતાં દર્શનાર્થે ભકતોનું ધોડાપુર ઉમટ્યું  ૨ લાખથી વધુ લોકોને વ્યસનમુકત કર્યા અને સમાજ સુધારણાનું કાર્ય કરનાર શતાયુ સંત શ્રી સદારામબાપા કાંકરેજ તાલુકાના ટોટાણા ધામના સંત સદારામ બાપુ કેટલાંય સમયથી બીમાર હોવાથી તેમને પાટણની ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં સર્વેસમાજના ભકતો અને આગેવાનોએ સદારામ બાપાના ખબર અંતર પુછયા હતા. પરંતુ  સોમવારે તેમની તબિયત વધુ નાજુક થતાં તેમને ટોટાણા આશ્રમ ખાતે  લઇ જવાયા હતા. ત્યારે લોકોમાં પુજય બાપુ દેવલોક પામ્યાની અફવાથી સમગ્ર પંથકમાં ભકતોએ દુઃખની લાગણી વ્યકત કરી તેમના દર્શન કરવા મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. તેમના ખબરઅંતર પુછવા ભાજપ-કોંગ્રેસના રાજકીય અગ્રણીઓ, મંત્રી અને ધારાસભ્યો સહિત ટોટાણા ખાતે બાપુના ખબર અંતર પુછી દર્શન કર્યા હતા અને લોકોને ખોટી અફવાઓ ન ફેલાવા અપીલ કરી હતી.કાંકરેજના ટોટાણા ખાતે છેલ્લાં કેટલાંય વર્ષોથી સંસારનો ત્યાગ કરી પ્રભુના ભજન-કીર્તન થકી સમાજમાં વ્યાપેલા ખોટા વ્યસનના દુષણો દૂર કરી સમાજ સુધારણાનું કામ કરતા અને ૧૧૩ વર્ષની શતાયુ જીવન વટાવી ચુકેલા પરમ પુજય સંતશ્રી સદારામ બાપાની તબિયત તાજેતરમા અચાનક બગડતાં તેમને સારવાર માટે પાટણની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ તેમની તબિયત વધુ લથડતાં તેમને પુનઃ ટોટાણા આશ્રમ ખાતે સોમવારની રાત્રે લાવવામાં આવ્યા હતા. આશ્રમ ખાતે લાવ્યા પરંતુ નાજુક તબિયતના સમાચારે બાપુના દેવલોક પામ્યાના સમાચારની અફવાએ જોર પકડયુ હતું અને બપોર સુધી બાપુના દેવલોકની અફવા સાચી ઠરી હતી. બાપુએ સાંજના ૬-૪૪ કલાકે પાર્થિવદેહ છોડયો હતો. બાપુના દેવલોક પામ્યાના સમાચારથી સમગ્ર કાંકરેજ પંથક સહિત ગુજરાતભરના ભકતજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. ટોટાણા ખાતેના આશ્રમે બાપુના અંતિમ દર્શન કરવા શ્રધ્ધાળુઓનું ધોડાપુર ઉમટયું હતું. ત્યારબાદ બાપુના સેવક તેવા સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર, થરા એ.પી.એમ.સી. ચેરમેન અણદાભાઇ આર.પટેલ, થરા ઠાકોર કેળવણી મંડળ પ્રમુખ ભુપતજી એન.ઠાકોર, થરા નગર પાલિકા ઉપ-પ્રમુખ વસંતજી જે.ધાંધોસ, થરા નગરપાલિકા પૂર્વ-પ્રમુખ વિનોદજી આર.ઠાકોર, દાસબાપુ ટોટાણા, વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, મંત્રી દિલીપજી ઠાકોર, પૂર્વ મંત્રી શંકરભાઇ ચૌધરી, ભાજપ મહામંત્રી કે.સી.પટેલ, નંદાજી ઠાકોર, રસિકજી ઠાકોર, બાબરી ટીમના અણદાભાઈ એસ.પ્રજાપતિ, ઉમેશભાઈ વી.પ્રજાપતિ, કિશોરભાઈ ડી.પ્રજાપતિ, વગેરે સહિતના શ્રધ્ધાળુઓએ બાપુના અંતિમ દર્શન કર્યા હતા. બાપુના અનુયાયીઓએ અને ભકતોએ બાપુની અંતિમ ઇચ્છા અનુસાર પાલખીયાત્રાની તૈયારીઓ કરી હતી.  આજે બુધવારે તેમના પાર્થિવદેહને દર્શન માટે મુકવામાં આવશે અને આવતીકાલે બાપુના આશ્રમ ખાતે અંતિમ સંસ્કાર આપવામાં આવશે. 


Download Our B K News Today App



Related News