સદારામ બાપાનો પાર્થિવ દેહ પંચ મહાભૂતમાં વિલીન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-16 10:43:21
  • Views : 653
  • Modified Date : 2019-05-16 10:43:21

બનાસકાંઠા જિલ્લાના
પશ્ચિમ સીમાડે આવેલા કાંકરેજ તાલુકાના ટોટાણા ગામના એક વિરલ વ્યક્તિત્વ અને દર્શનીય વિભૂતી પ. પૂજ્ય સંતશ્રી સદારામનું જીવન સાદગી અને સ્વભાવની અનુપમ સરળતા શ્વાસે શ્વાસે નારાયણનું નામ અને દીર્ધકાળથી પ્રભુના નામની લગનીથી ગુજરાતના જુદા જુદા પ્રદેશોમાં તેમની સાધના અને તપનાં પરિશ્રમ રૂપે આશ્રમ ભક્તગણ માટે સેવા અને
પુણ્યનુ ભાથુ બાંધવા માટે પ્રેરણાબળ પૂરૂ પાડ્‌યું છે. પૂજ્ય સંતશ્રી સદારામ બાપુનું ગુજરાત રાજ્ય અને રાજ્ય બહાર પણ તેમની સેવા ભાવનાની જ્યોતને પ્રગટાવી.
બહુ મોટા જન સમુદાયના હ્રદયમાં ભજન, સત્સંગના તાણાવાણાથી જોડાયેલા અને લોકો-સમાજ સુધારાનું નિસ્વાર્થે સેવા બજાવનાર સંતશ્રી સદારામ બાપુનો જન્મ લગભગ ૧૧૧ વર્ષ પહેલા ટોટાણા ખાતે ઠાકોર મોહનજી અને માતા લખુબાઈને ત્યાં થયો હતો. માત્ર છ વર્ષની નાની વયે પિતાની છત્રછાયા ગુમાવી હતી. માતા લખુબાઈના ગુણ અને સંસ્કારે બાળ સદારામના જીવનનું ઘડતર કર્યુ.બાળપણથી
પરિશ્રમને વરેલા અને યુવાનીના ઉંબરે સુધી સુખ દુઃખનો અનુભવ સાથે એકવીસ વર્ષની વય પ્રવેશ સાથે તેમને સત્સંગનો માર્ગ ઝાલ્યો ત્યારથી પાછુ વળીને જોયુ નથી. વડોદરામા આશ્રમ ધરાવતા મસ્તરામ બાપુ અને ગીરધારી બાપુના સાંનિધ્યમાં જનજાગૃતિ માટે ભક્તિની ધૂણી ધખાવી હતી.હાલમાં ટોટાણા,માલસર અને જૂનાગઢમાં પૂજ્ય સંત સદારામ બાપુના આશ્રમ માનવ સેવાના કાર્યો થકી શોભી રહ્યાં છે. પૂજ્ય બાપુએ તેમના જીવનકાળ દરમ્યાન
ભજન-સત્સંગમાં લોકોને જીવનની નવી રાહ ચીંધવાનું ઉમદા કાર્ય કર્યુ છે.
તેમણે સ્વંય રચેલા પદોની અસરથી સેંકડો લોકોએ સ્વેચ્છાએ ઘણા વ્યસનોને ત્યજ્યા છે અને
પોતાનાનાં નવા જીવનની શરૂઆત કરી છે.પૂજ્ય બાપુના પ્રેમનો વિસ્તાર ધર્મના સીમાડાઓને ઓળંગી જાય છે. પૂજ્ય બાપુના હ્રદયમાંથી વહેતી સદભાવનાની ફોરમ એવી પ્રસરી કે આશ્રમ નિર્મિત એક વિશાળ ભોજનખંડ બનાવવા માટેની જમીન ટોટાણાના મુસ્લિમ સમાજના પરિવાર તરફથી મળી હતી. જે પરિવાર હાલ કલક્તા સ્થાયી થયલો છે. જે કોમી એકતાના દર્શન કરાવે છે.
સંતો માટે કહેવાય છે કે તેમનુ અવતરણ કંઈક વિશેષ અનુભુતિ રૂપે જ થતુ હોય છે.સમાજ જીવનને અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી જવા માટે સંસારમાં સંતનું આગમન થતુ હોય છે. સમાજ જ્યારે બદીઓથી ખદબદતો હોય, સ્વાર્થના જ્યાં સંબંધો હોય, સંબંધોનું કઈ મૂલ્ય ન હોય ત્યા સંતનું પ્રાગટ્ય થવુ આશીર્વાદરૂપ હોય છે.
સંતશ્રી સદારામ બાપુના જીવનની કહાની પણ કંઈક એવી જ છે.
તેમને એક જ વાક્યમાં સમજવા હોય તો એવુ ચોક્કસ પણે કહી શકાય કે "  જયાં ટુકડો ત્યાં હરી ઢુકડો " ની ઉક્તિ મુજબ બાપુ જ્યાં જાય છે ત્યાં લોકોને વ્યસન મુક્તિ કરવાની અને નીતિના માર્ગે ચાલવાની પ્રેરણા આપીને હજારો લોકોને વ્યસન મુક્ત કર્યા છે.
પૂજ્ય બાપુએ પોતે કાયમના માટે જીવનમાં એવો નિયમ કરેલ કે કોઈની પાસે માગવુ નહીં. પણ લોકો ભાવથી કંઈક આપે તો તેને એક હાથે સ્વીકારી બીજા હાથે સદાવ્રત, અન્નક્ષેત્રમાં
આપી દેવાની તેમની ટેક રહી છે. તેમને ભજન-સત્સંગમાં તેમણે નિર્જીવ વસ્તુ અને ધરતીના કણ કણમાં ભગવાન સ્વરૂપ દેખાય છે. પૂજ્ય બાપુનું એક લોકપ્રિય ભજન “આજે દૂધીમાં દીવો બળો રે",  " કારેલામાં કૃષ્ણ જોયા મારા વાલા” આજે પણ લોકમુખે ભાવથી ગવાય છે.
ન સમ્માનની ભૂખ..ન
સંપત્તિની ભૂખ એવા અલગારી પૂરૂષ સદારામ બાપુને સમાજમાંથી કુરિવાજો દૂર કરવા વ્યસન મુક્તિ માટે વર્ષોથી આહલેક જગાવી ઉમદા સામાજિક કાર્ય કર્યુ છે.
આ કાર્યોને બિરદાવતા રાજ્ય સરકારે ટોટાણા ખાતે સંત સદારામ બાપુને ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માનિત કર્યા હતા. સંત સદારામ બાપુએ તમામ પછાત વર્ગો અને તેમાંય ખાસ કરીને સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગો અને તેમાં વિશેષ ઠાકોર જેવી જાતિઓમાં કુરિવાજોની નાબૂદી,વ્યસન મુક્તિ, કન્યા કેળવણી, સદાચારી જીવન વગેરે માટે આજીવન સામાજિક સેવાનું કાર્ય કર્યુ છે. સરકારે ગુજરાત ગરિમા એવોર્ડનું સન્માનપત્ર અને સર્વાંગી વિકાસ માટે ખાસ રૂપિયા ૧૧ લાખનું અનુદાન ચેક સ્વરૂપે તથા શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કર્યા હતા.
આવા વિરલ વ્યક્તિના અવસાન બાદ રાત્રે ભાવિક ભક્તો દ્વારા ભજન તથા બાપાના ગુણગાન ગાયેલ. ગઈ કાલ તા.૧૫-૦૫-૨૦૧૯ ને મંગળવારના રોજ સવારે ૭ કલાકે ટોટણા આશ્રમથી પૂજ્ય બાપાની પાલખી દ્વારા ખારીયા,થરા આવી થરાની પ્રદક્ષિણા કરી વચે અતુલ નાસ્તા હાઉસ પાસે શરબત, થરા નગર પાલિકા દ્વારા લીંબુ શરબત, દક્ષ પ્રજાપતિ વંશજ સેવાના ભેખધારી પ્રજાપતિ સમાજ પ્રેરિત જય બાબરી ટીમ દ્વારા ઠંડી છાશનું વિતરણ  કરવામાં આવેલ.પાલખી પરત ટોટણા સાંજે પહોંચેલ વિધિવિધાનથી દેહ શુદ્ધિ કરી પૂ.બાપુના નાનાભાઈ દાસભાઈના હસ્તે સાંજે  ૫-૧૫ કલાકે મંત્રોચાર સાથે ચંદનના કાષ્ટથી અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બાપુનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલીન થઈ ગયો.
અગ્નિ સંસ્કાર સમયે મુખ્યમંત્રી વિજય
આભાર - નિહારીકા રવિયા  રૂપાણી, અમિતભાઈ ચાવડા, જગદીશભાઈ ઠાકોર, અલ્પેશભાઈ ઠાકોર, કીર્તિસિંહ વાઘેલા, ચંદનજી ઠાકોર, શિવાભાઈ ભુરીયા, અણદાભાઈ આર.પટેલ, સુખદેવસિંહ સોઢા, ભારતસિંહ ભટેસરીયા, નાગરજી ઠાકોર, દિનેશજી જાલેરા, વસંતજી ઘાઘોહ, વિનોદજી આર. ઠાકોર, ભૂપતતાજી ઠાકોર, અમરતજી ઠાકોર, અચરતલાલ ઠક્કર, નિરંજનભાઈ ઠક્કર,અણદાભાઈ પ્રજાપતિ તેમજ ભાવિક ભક્તો વિશાળ સંખ્યામાં હાજર રહી અશ્રુભીની આંખે છુટા પડી ભોજન પ્રસાદ લઈ સૌ છૂટા પડ્‌યા હતા.

Download Our B K News Today App



Related News