સંત શ્રી સદારામ બાપાની જીવન ઝરમર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-18 11:39:43
  • Views : 666
  • Modified Date : 2019-05-18 11:39:43


પ.પૂ. સદારામ બાપાની ઉંમર ૧૧૧ વર્ષની હતી. પ.પૂ. સદારામ બાપા ૧૪ વર્ષની ઉંમરે પોતાનું વતન છોડી રોજીરોટી માટે વડોદરા ગયેલા. સદારામ બાપા સારાભાઈ ચાલીની મીલમાં નોકરી પર રહ્યા  હતા. મોટા ભાગનું જીવન તેઓએ વડોદરામાં વિતાવ્યું.  તેઓ પાનનો ગલ્લો પણ ચલાવતા હતા. નોકરી સમયમાં સયાજીરાવ ગાયકવાડ અને તેમના ધર્મપÂત્ન શાંતાદેવીના ગુરૂને ત્યાં દર્શને જતાં અને રાતે ભજનમાં જતાં. આ સમયમાં તેઓના સબંધો શાંતાદેવી સાથે ગાઢ બન્યા અને શાંતાદેવીના ગુરૂ નારણસ્વામી  હતા તે પણ સદારામાના ગુરૂ બન્યા.  આમ કરતાં કરતાં તેઓ ભÂક્તનો સંદેશો લઈ માદરે વતન ફર્યા અને તેમના કર્મભુમી ટોટાણા ખાતે સ્થાઈ થયા. ટોટાણા ખાતે આવ્યા પછી પાટણ, બનાસકાંઠા જિલ્લાના કોઈપણ કામમાં તેઓએ પોતાનો સમય આપ્યો. ખાસ કરીને ઠાકોર સમાજના ૧૮ થી ૨૦ લાખ લોકોને વ્યસન મુક્ત કરાવ્યા અને સાદાઈથી જીવન જીવવાની પ્રેરણા આપી. સદારામ બાપા ઘણી વખત બીમાર પડતા. અમને ભક્તોને બોલાવતા, અમે
નાની-મોટી સેવા પૂજા કરતાં. કઈપણ નાનું મોટું કામ ભક્ત સમુદાયને સાથે રાખીને કરતાં. સદારામ બાપાને એક વખત વિચાર આવ્યો અને તે વિચાર ભક્તો સમક્ષ અને મારી સામે રજૂ કર્યો કે આપણે એક નર્મદા કિનારે આશ્રમ બનાવવો છે. ત્યારે મેં ૧૭ રૂમ, એક હોલ, કિચનનો એક આશ્રમ નર્મદા કિનારે બનાવ્યો. બે-બે મહિના કે તેથી વધુ સદારામ બાપા આશ્રમમાં રહેતા. ત્યાં પણ વડોદરા નજીક હતું. ત્યાં ગુરૂ ભંડારો હતો એટલે તેમણે વડોદરા પસંદ કર્યુ હતું. વડોદરામાં છેલ્લાં ૧૨-૧૩ વર્ષથી સદારામ બાપા  લોકોના રહેવાનું  ચલાવી રહ્યા છે. કોઈ પાસેથી એક રૂપિયો પણ લેતા નથી. એવો જ બીજા આશ્રમ સદારામ બાપાએ જુનાગઢમાં બનાવ્યો છે. જુનાગઢમાં પણ એક પણ પૈસો લીધા વિના પોતાનો ભÂક્તભાવનો સંદેશો મોકલી રહ્યા હતા. સદારામ બાપાએ ઠાકોર સમાજની ૨૫૧૨ દીકરીઓના સમુહલગ્ન કરાવ્યા. આ સમાજને પ્રેરણારૂપી ગણો,
ભગવાનરૂપી ગણો, સંસ્કાર રૂપી ગણો. આ સમાજને ચેતના આપવાવાળો કોઈ સંત હોય તો સદારામ બાપા સંત છે. સદારામ બાપાના જવાથી ઠાકોર સમાજમાં મોટી ખોટ પડી છે. સમાજ આની ખોટ કયારે પણ પુરી નહીં કરી શકે. ઠાકોર સમાજને તો ખોટ પડી પરંતુ સર્વ સમાજને પણ મોટી ખોટ પડી છે. તમે જાયુ કે સદારામ બાપા જે દિવસે ૬.૪૪ મિનીટે બ્રહ્મલીન થયા અને પછીનો જે કાર્યક્રમ થયો તેમાં સર્વ સમાજના મોટી સંખ્યામાં લોકો આવ્યા. એટલા લોકો આવ્યા જે આખો ટોટાણાથી થરાનો રન વે રોડ પણ પેક થઈ ગયો અને એમની પાલખી  યાત્રામાં ઘોડાપુર ઉમટયું તેમજ લોકોએ દર્શનનો લ્વાહો લીધો. મારે એક ખાસ વાત કહેવાની છે કે સદારામ બાપા મૃત જાહેર થયા પછી જે  દર્શન આપ્યા એ દર્શન એવા આપ્યા કે એમનું શરીર  મુવમેન્ટ થતું હતું. અમે આખા વરઘોડાની તૈયારી કરી ત્યારે જેમ  પગવાળો તેમ પગ વળતા હતા અને હાથ વાળો તેમ હાથ વળતા હતા.  જેમ નાનુ છોકરું મુવમેન્ટ કરે તેમ સદારામ બાપાનું આખુ શરીર મુવમેન્ટ  કરતું હતું. અÂગ્નમાં જ્વાળા પ્રગટી ત્યારે એક પ્રકારે નહીં પરંતુ ચારથી પાંચ પ્રકારના મુદ્રામાં સદારામ બાપાએ ભક્તોને દર્શન આપ્યા. પ.પૂ.સદારામ બાપા આજે પણ જીવંત છે અને હરહંમેશા જીવંત રહેવાના છે.

Download Our B K News Today App



Related News