સદારામ બાપાના નશ્વરદેહને અગ્નિદાહ આપતા ચિતામાં પ્રતિમા ઉપસી આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-17 13:39:06
  • Views : 814
  • Modified Date : 2019-05-17 13:39:06

ઉત્તર ગુજરાતના ઓલિયા સંત પ.પૂ. સદારામ બાપા જેમણે ૧૧૧ વર્ષે ઠાકોર સમાજ તેમજ બીજી અન્ય સમાજોમાં સેવા આપી. જે હાલ ગત તારીખ ૧૪/૫/૨૦૧૯ ના રોજ દેવલોકની વાટ પકડી તેમના ભક્તોને છોડી ચાલ્યા ગયા. જે મહાન સંતની અશ્રુભીની વિદાય આપવા ઉત્તર ગુજરાતમાંથી બહોળી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી. જેમાં રાજ્યના મુખ્યમંત્રી સહિતના મોટા મોટા નેતાઓ, સંતો, મહંતો તેમજ બહોળી સંખ્યામાં બાપાના ભક્તોએ હાજરી આપી સદારામ બાપાની અંતિમ યાત્રા ટોટાણાથી ખારીયા અને ત્યારબાદ થરા આવી હતી અને લોકોએ તેમના પ્રાર્થિવ દેહના દર્શન કર્યા હતા, અંતિમ યાત્રા પરત ટોટાણા ખાતે પહોંચી હતી. જ્યાં સદારામ બાપાનું મંદિર બની રહ્યું છે ત્યાં આગળ બહારના ભાગમાં બાપુના પ્રાર્થિવદેહને ચંદનના લાકડાથી અગ્નિદાહ આપવામાં આવ્યો હતો. અગ્નિદાહ આપતા સમય દરમ્યાન ચિતાની અગ્નિજ્વાળા સદારામ બાપાની પ્રતિમામાં ઉપસેલ દેખાઈ આવતી  હતી. જે એક ચમત્કારી પુરુષ જે તેમના જીવન યાત્રા ૧૧૧ વર્ષ લોકોને સાચા માર્ગ પર લઇ જવા તેમજ સમાજમાં રહેલી બદીઓ અને વ્યસન રૂપી દાનવને દૂર કરવા માટે  પ્રેરણા આપતા તેમજ સાચા સંત વસમી વિદાયથી બાપાના ભક્તો અને ઠાકોર સમાજની સાથે અઢારેય આલમના લોકો બાપુ પ્રત્યેના ભાવ અને આદરને ભૂલી શકે તેમ નથી.સંતશ્રી પ.પૂ.સદારામ બાપાએ સદાવ્રતની ટેક લીધી હતી. તેમના આશ્રમ ખાતે આવતા લોકોને  પ્રસાદી લીધા વિના પાછા ના જવા દેતા તેમજ ગામની અંદર મુસ્લિમ પરિવાર કોમી એકતાનું ઉદાહરણ પુરૂ પાડીને ધર્મશાળા માટે જમીન ફાળવી હતી. જે જમીન પર મોટી ર્મશાળા બનાવી છે. જે જગ્યા પર બાપાના દર્શને આવતા ભક્તજનો ભોજનનીપ્રસાદી લેતા હતા. બાપાની અંતિમ વિદાય બાદ ૧૨ દિવસ સુધી સદાવ્રત ચાલુ રાખવામાં આવશે અને હજારો લોકો ભોજનપ્રસાદ ગ્રહણ કરશે. આ ઉપરાંત આ સમય દરમિયાન સંતો, મહંતો અને બાપાના ભક્તો બાપાના પંચમહાભૂતમાં વિલીન થયેલા દેહના દર્શન કરશે.




Download Our B K News Today App



Related News