પીરોજપુરાના રહીશ અને ઈડીઆર ગ્રુપના સ્થાપકનું દુઃખદ અવસાન

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-11 15:03:42
  • Views : 3640
  • Modified Date : 2022-10-11 15:03:42

     વડગામ તાલુકાના પીરોજપુરા ગામના અગ્રણી ઉદ્યોગપતિ ઈબ્રાહિમભાઈ.ડી.રાજેડીયા (ઈડીઆર ગ્રુપના સ્થાપક)  જન્નતનશીન થયાના ખૂબજ દુઃખદ સમાચાર સાંભળી પંથકમાં ઘેરા દુઃખની લાગણી પ્રસરી ગઈ હતી. કોરોનાના કપરા કાળમાં તેમના દ્વારા તથા તેમના પરિવાર દ્વારા કોઈ પણ નાત-જાતના ભેદભાવ વગર આ વિસ્તારના અનેક લોકોને મદદ કરી માનવતાનું એક ઉમદા ઉદાહરણ પુરુ પાડ્યું હતું. સાથે-સાથે આ વિસ્તારના અનેક નવયુવાનોને પોતાની કંપનીમાં રોજગારી આપનાર ગરીબોના બેલી એવા ઇબ્રાહિમકાકાના જન્નતનશીન થવાથી સમાજમાં તથા આ વિસ્તારમાં ન પુરી શકાય તેવી ખોટ પડી છે. દુઃખના આ કપરા કાળમાં અલ્લાહ પાક તેઓના પરિવારજનોને અચાનક આવી પડેલા આ અપાર દુઃખને સહન કરવાની અપાર શક્તિ આપે તેવી પંથકના લોકોએ દુવા કરી હતી. ગતરોજ તેમની સ્મશાન યાત્રા (જનાજામાં) પંથકના હજારો લોકો સામેલ થયા હતા.

Download Our B K News Today App



Related News