સચિવાલયના દરવાજા પાસે કારમાં કપલને કઢંગી હાલતમાં જોઈ મહિલા IAS અધિકારી શરમમાં મુકાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-16 14:57:30
  • Views : 1111
  • Modified Date : 2019-08-16 14:57:30

ગાંધીનગરનું સચિવાલય સજ્જડ સુરક્ષા ધરાવે છે, ત્યારે આ જ સચિવાલયની બહાર પ્રેમી યુગલો મર્યાદા તોડીને અંગતપળો માણતા હોવાનું એક મહિલા IASના ધ્યાને આવતા તાત્કાલિક અસરથી પોલીસને જાણ કરી હતી. તે પછી ગાંધીનગર પોલીસે સચિવાલયના દરવાજાની આસપાસ સઘન પેટ્રોલિંગ શરૂ કરી દીધું છે. આ જ સચિવાલયમાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રીથી લઈને તમામ મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની ઓફિસો આવેલી છે, અને તેઓ પણ આ જ દરવાજેથી અવર-જવર કરે છે.

સચિવાલયના ગેટ નંબર 2 અને 3ની બહાર પેટ્રોલિંગ શરૂ કરાવ્યું
સચિવાલયના અધિકારીઓ સાંજના સમયે ઘરે જાય ત્યાર બાદ સચિવાલયની બહારના દરવાજા પાસે અનેક યુગલો ભેગા થવા લાગે છે. આ યુગલ તમામ મર્યાદા ઓળંગીને અંગતપળો માણતા જોવા મળે છે. ગત સપ્તાહે સિનિયર મહિલા IAS અધિકારી ગેટ નંબર 2 પરથી બહાર જઇ રહ્યા હતા, ત્યારે એક કારમાં એક યુગલ કઢંગી હાલતમાં જોવા મળ્યું હતું. આ કારમાં કોઇ અનૈતિક કામ થતું હોય તેમ લાગતા આ મહિલા IAS અધિકારીએ તાત્કાલિક ગાંધીનગરના સિનિયર પોલીસ અધિકારીને જાણ કરી હતી. જેથી સેક્ટર-7 પોલીસ સ્ટેશનની ટીમે રોજ સચિવાલયના ગેટ નંબર 2 અને 3ની બહાર સાંજે પેટ્રોલિંગ શરૂ કરાવી દીધું હતું.


મહિલા IAS અધિકારીની કાર ધીમી પડી અને કારમાં જોઈને ચોંકી ઉઠ્યા
સચિવાલયની બહાર સાંજના સમયે પ્રેમી યુગલો અંગતપળો માણતા હોવાનું સામે આવી રહ્યું છે. આ જગ્યાઓ અતિ સંવેદનશીલ અને VVIPઓની અવર જવરના કારણે અતિ મહત્વની ગણાય છે. ગત સપ્તાહે ગુજરાતના એક સિનિયર મહિલા આઇએએસ અધિકારી સાંજના સમયે ગેટ નંબર 2થી ઘરે જવા નીકળી રહ્યા હતા. આ દરમિયાન ત્યાં એક કાર પાર્ક હતી, એ સમયે તેમની કાર ત્યાં ધીમી પડી અને આ કારમાં પડદા લાગેલા હતા અને તેની અંદર યુગલ અંગતપળો માણી રહ્યું હોય તેમ લાગી રહ્યું હતું. આ જોઇને મહિલા અધિકારી ચોંકી ઉઠ્યા અને શરમમાં મુકાયા હતા. આ વાતની જાણ તેમણે તાત્કાલિક ગાંધીનગર પોલીસના સિનિયર અધિકારીને જાણ કરી હતી. આ અંગે ગાંધીનગર પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, અમે છેલ્લા સપ્તાહથી ત્યાં પોલીસ પેટ્રોલિંગ શરૂ કર્યું છે અને ત્યાં કોઇ વ્યક્તિઓને કામ સિવાય ઉભા રહેવા દેવાતા નથી.


Download Our B K News Today App



Related News