થરાદમાં મોતનો સીલસીલો યથાવત ઃ થરાદનંુ સચ્ચિદાનંદ મુક્તિ ધામ બન્યું પ્રેરણારૂપ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-24 12:02:13
  • Views : 665
  • Modified Date : 2021-04-24 12:02:13

ગુજરાતભરમાં કોરાના સંક્રમણ વધ્યું છે ત્યારે લોકોના કોરાનાના કારણે  ટપોટપ મરતા જાેવા મળી રહ્યા છે. ત્યારે થરાદમાં પણ મોતનો સિલસિલો યથાવત રહ્યો છે. છેલ્લા પાંચ દિવસમાં ૨૫થી વધારે  લોકોના મોત થયા છે. ત્યારે  સચ્ચિદાનંદ મુક્તિધામ લોકો માટે પ્રેરણારૂપ બન્યું છે. જેમાં થરાદના સચ્ચિદાનંદ  મુક્તિધામની અંદર જે પણ લોકો કોરાનાના કરાણે  મૃત્યુ
પામ્યા હોય કે ગમે તે રીતે મૃત્યુ પામ્યા હોય છે તે લોકો
મુકિતધામમાં આવતા તેમને ફક્ત એક રૂપિયાના ટોકનથી તમામ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવે છે.  સચ્ચિદાનંદ મુક્તિધામના  પ્રમુખ ડી.ડી. રાજપૂતે જણાવ્યું હતું કે આ સચ્ચિદાનંદ
મુકિતધામ જાહેર મુક્તિધામ છે. લોકોની સેવા માટે બનાવવામાં આવ્યું છે. તેમજ અહી તમામ મૃતદેહ માટે
વપરાતી વસ્તુઓ એક
રૂપિયાના ટોકનથી આપવામાં આવે છે.

Download Our B K News Today App



Related News