મેયર અને સાંસદ દ્વારા બિલ્ડર્સની સમસ્યાઓ મુદ્દે એસોસિએશનના સભ્યો સાથે બેઠક યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-30 12:06:02
  • Views : 387
  • Modified Date : 2020-08-30 12:06:02

ગાંધીનગરના વિકાસમાં જેમનું સૌથી મોટું યોગદાન રહેલુ છે, તેવા બિલ્ડર્સ અને ડેવલપર્સના વિવિધ પ્રશ્નો અને વિકાસમાં નડતર બનતા મુદ્દાઓ પર મેયર રીટાબેન પટેલ અને સાંસદ  હસમુખભાઇ પટેલ દ્વારા બિલ્ડર્સ એસોસિએશનના સભ્યો સાથે ખાસ બેઠક યોજવામાં આવી હતી. સાથે જ તેમની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે સરકારમાં રજૂઆત કરવાની ખાતરી
 આપવામાં આવી હતી.
શનિવારે મેયર રીટાબેન પટેલ, સંસદ સભ્ય  હસમુખભાઇ પટેલ, ધારાસભ્ય શંભુજી ઠાકોર,
પૂર્વ ધારાસભ્ય અશોકભાઇ પટેલ સહિત મહાનુભાવોએ રાસણ સ્થિત બિલ્ડર્સ એસોસિએશનના કાર્યલયની મુલાકાત લીધી હતી. જ્યાં એસોસિએશનના પ્રમુખ અને
પદ્દાધિકારીઓ તથા સભ્યો દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યુ હતું અને બાદમાં ગાંધીનગરના વિકાસમાં નડતર બનતા મુદ્દા તથા બિલ્ડર્સ, ડેવલપરને નડતી સમસ્યાઓની વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News