ધાનેરા માર્કેટયાર્ડમાં વર્તમાન પેનલના ૭ અને પરિવર્તન પેનલના ૩ સભ્યો ચૂંટાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-17 11:08:14
  • Views : 409
  • Modified Date : 2021-01-17 11:08:14

ધાનેરા માર્કેટયાર્ડની ચૂંટણીની શુક્રવારના રોજ યોજાઇ હતી જેમાં શનિવારે સવારે મતદાન ગણતરી શરૂ કરવામાં આવતા ગંજ બજારની બહાર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને પરીણામ આવતા વર્તમાન પેનલના ૭ અને પરિવર્તન પેનલના ૩ સભ્યો ચૂંટાઇ આવ્યા હતા. તેમાં પણ પરિવર્તન પેનલના બે ઉમેદવારોએ સૌથી વધુ પ્રમાણમાં મતો મેળવ્યા હતા.
ધાનેરા માર્કેટયાર્ડની ચૂંટણીમાં શનિવારના દિવસે ખેડુત વિભાગની ૧૦ બેઠકો માટે ચૂંટણી થઇ હતી જેની મત ગણતરી સવારે ૯-૦૦ કલાકે શરૂ કરવામાં આવેલ અને ત્રણ રાઉડ પુરા થયા ત્યારે માર્કેટમાં જાણે  મેળો યોજાયો હોય તેવો માહોલ જાેવા મળ્યો હતો. લોકોમાં આ પરીણામ બાબતે ભારે ઉત્તેજના જાેવા મળી હતી. શુક્રવારે ૫ બુથ ઉપર ૧૮૬૬ નુ મતદાન થયુ હતુ અને તે પ્રમાણે સવારે ગણતરી પણ પાંચ બુથોની અલગ અલગ કરવામાં આવી હતી. આ ગણતરીના આઠ રાઉન્ડ રાખવામાં આવ્યા હતા. આ તમામ રાઉન્ડ પુરા થતાં પરીવર્તન પેનલના આઠ સભ્યોમાંથી ૩ સભ્યો ચૂંટાયા હતા. જ્યારે વર્તમાન પેનલના ૧૦ સભ્યોમાંથી ૭ સભ્યો વિજયી બન્યા હતા. પરંતુ એક ખાસ જાેવા મળ્યુ હતુ કે
પરિવર્તન પેનલના બે ઉમેદવારોએ સૌથી વધારે મત મેળવીને ટોપ ઉપર રહ્યા હતા અને લોકોએ તેમને વધાવ્યા હતા. જ્યારે બીજી તરફ
પરીણામ આવી જતાં આ ઉમેદવારોના સમર્થકો એટલા મોટા પ્રમાણમાં ઉમટી પડ્યા હતા કે તે સમયે સોશિયલ ડીસ્ટન્સ
પણ ભુલાઇ જવા પામ્યુ હતુ અને પોલીસે આ બાબતે રોકવા છતાં પણ આ પ્રજા પોલીસની રોકી
પણ રોકાઇ ન હતી અને ઉમેદવારોને અભિનંદન આપવા ઉમટી પડી હતી. આ પરીણામ આવતા આગામી નવો માર્કેટનો ચેરમેનનો તાજ કોના સીરે રહેશે તે બાબતે અનેક અટકળો ચાલી રહી છે. માર્કેટમાં ૧૬ બેઠકોમાંથી તમામ વિભાગની વાત કરીએ તો હાલમાં પૂર્વ ચેરમેન ભગવાનભાઇ પટેલના સાત ઉમેદવારો જીત્યા છે ત્યારે વર્તમાન ચેરમેન ભુરાભાઇના ૬ ઉમેદવારો જીત્યા છે. ત્યારે ત્રણ પરિવર્તન પેનલના ઉમેદવારોની જીત થતાં આ વખતે કોના સીરે નવા ચેરમેનની તાજપોષી આવે છે તેના ઉપર સૌની નજરો લાગી છે.

Download Our B K News Today App



Related News