કાંકરેજ તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-17 11:24:58
  • Views : 422
  • Modified Date : 2019-09-17 11:24:58

શિહોરી પંચાયત કચેરી ખાતે ત્રીજી વખત ચૂંટાયેલા
કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખની પ્રથમ સામાન્ય સભા મળી હતી. 
સામાન્ય સભામાં ભારતીય જનતા પાર્ટીના દસ સભ્યો હાજર રહ્યા હતા અને એક સભ્ય ગેરહાજર હતો. જ્યારે કોંગ્રેસના ૧૫ સભ્યો હાજર રહ્યા હતા અને ત્રણ ગેરહાજર રહ્યા હતા. અને એક અપક્ષ સભ્ય હાજર રહ્યો હતો. સભામાં કાંકરેજ તાલુકા પંચાયતની ત્રણ ગ્રામ
પંચાયતની અલગ કરવાની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. તે પણ પુરતતા માટે જેને બહાલી ન આપતાં મામલો ગરમાયો હતો. ત્યારે તાલુકા વિકાસ અધિકારી બી.સી.ઝાલા અને અનિલભાઈ ત્રિવેદીએ કારોબારી સભ્યોને સમજાવી દરખાસ્તો પેન્ડિંગ રાખી હતી. જોકે રાણકપુર, રૂની,  ચીમનગઢની અલગથી ગ્રામ
પંચાયત  કરવાની દરખાસ્તોને પેન્ડિંગ રાખવામાં આવી હતી.
આ મીટિંગમાં ટીડીઓ બી.સી.ઝાલા, અનિલ ત્રિવેદી,   તેજાભાઈ દેસાઈ પ્રમુખ, કંચનબેન ઠક્કર અધ્યક્ષ, મહિપતસિંહ વાઘેલા ઉપપ્રમુખ, ડી.ડી.જાલેરા અને વિરોધ
પક્ષના નેતા હંસપુરી ગૌસ્વામી સહિત કોંગ્રેસ ભાજપના ડેલીગેટ હાજર રહ્યા હતા. ત્યારે નવા અને ત્રીજા પ્રમુખ તરીકે તેજાભાઈ દેસાઈની પ્રથમ મીટિંગમાં સભ્યોની ગેરહાજરી અને પછી ત્રણ નવિન ગ્રામ પંચાયતની દરખાસ્તોની કમી જોવા મળી હતી. ભારતીય જનતા પાર્ટીએ સત્તા પર બેઠયા બાદ પ્રથમ સભામાં સારો દેખાવ જોવા મળ્યો હતો અને જૂની દરખાસ્તોને લઈ પ્રમુખે સરસ રીતે નિર્ણય લીધો હતો. ત્યારે કોંગ્રેસ ભાજપના દરેક સભ્યોએ વધાવી લીધો હતો. આમ પ્રથમ ભાજપ પ્રમુખે સામાન્ય સભામાં સરસ ફરજ બજાવી હતી.

Download Our B K News Today App



Related News