સિધ્ધપુર વિધાનસભાના ગામોમાં પાટણ લોકસભાના ઉમેદવાર જગદીશભાઈ ઠાકોર દ્વારા સભા યોજાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-16 06:27:57
  • Views : 544
  • Modified Date : 2019-04-16 06:27:57

સમગ્ર ભારતમાં જ્યારે ચૂંટણીનો પ્રચાર ધમધમાટ શરૂ થઈ ગયો છે ત્યારે ગુજરાતની અંદર પાટણ ૩ લોકસભામાં
પણ ચૂંટણીના પ્રચાર જોરશોરમાં ચાલી રહ્યા છે. ત્યારે તા. ૧૪ એપ્રિલના રોજ પાટણ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર દ્વારા સિધ્ધપુર તાલુકાના કલ્યાણા, નેદરા તેમજ સિધ્ધપુર શહેરના એલ.એસ.હાઈસ્કૂલ ખાતે એમ ત્રણે જગ્યા પર સભાઓ ગજવી હતી. આ સભાની અંદર જગદીશ ઠાકોર દ્વારા સરકારે જે વચનો આપ્યા હતા તેના પર પ્રજા સમક્ષ વાત કરી હતી અને આ સરકાર નિષ્ફળ નીવડી છે એ પણ તેમને જણાવ્યું હતું અને દિવસ દરમ્યાન ત્રણે સભા સ્થળ પર તેઓએ જણાવ્યું હતું કે ૨૩મી તારીખે આપણે બધાએ મતદારોને ઘરેથી લઈ બુથ સુધી મતદાન કરાવાની હાકલ કરી હતી. જેમાં દૂધસાગર ડેરીના ચેરમેન આશાબેન ઠાકોર,
ઉપ પ્રમુખ મોંઘજીભાઈ ચૌધરી તેમજ સિધ્ધપુર ધારાસભ્ય ચંદનજી ઠાકોર, ઇબ્રાહીમભાઇ ચારોલીયા, અભુજી ઠાકોર, હમીદભાઇ માંકણોજીયા, દશરથલાલ પટેલ, જયાબેન શાહ, બિપીનભાઈ દવે, હર્ષદભાઈ પાધ્યા, રશીદભાઈ કુરેશી અને કોંગ્રેસ પાર્ટીના જિલ્લા અને તાલુકાના વિવિધ આગેવાનો હોદ્દેદારો અને
આજુબાજુના ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા અને પ્રવચન બધાએ ધ્યાનથી સાંભળ્યું અને જગદીશ
ઠાકોરને ખાતરી આપી હતી કે જંગી બહુમતીથી વિજેતા બનાવીશું.

Download Our B K News Today App



Related News