ડીસા નગરપાલિકાની સાધારણ સભા યોજાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-06-18 11:24:51
  • Views : 426
  • Modified Date : 2019-06-18 11:24:51

ડીસા નગરપાલિકાએ ગતરોજ સમય પહેલાં સામાન્ય બોર્ડ બોલાવ્યું હતું, જેમાં વિકાસના કાર્યો અંગે ચર્ચા કરવામાં આવી હતી.  આગામી સમયમાં શહેરમાં ઝડપી ગતિએ વિકાસના કાર્યો આરંભ કરવાની પાલિકા પ્રમુખે ખાતરી આપી હતી.
શહેરમાં વિકાસના કાર્યોને વેગ આપવા માટે દર ચાર મહિને એકવાર ડીસા
નગરપાલિકાની સાધારણ સભા બોલાવવામાં આવે છે. આ સાધારણ સભામાં વિકાસના કાર્યોની ચર્ચા કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણી આવી જતાં આચારસંહિતાના કારણે શહેરમાં વિકાસના કાર્યો અટકી પડેલા હતા. જેને પગલે અટકેલા વિકાસના કાર્યો ઝડપી ગતિએ શરૂ કરવા માટે એક મહિના
પહેલાં આ સાધારણ સભા બોલાવવામાં આવી હતી. સામાન્ય રીતે વિવાદિત રહેતી ડીસા નગરપાલિકાની સાધારણ સભામાં  પાલિકાના સદસ્યોએ વિકાસના કાર્યોને સમર્થન આપ્યું હતું.


Download Our B K News Today App



Related News