સાબરમતી-બોટાદનો 165 કિમી રેલવે રૂટ દિવાળી સુધીમાં શરૂ થવાની શક્યતા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-13 10:59:09
  • Views : 241
  • Modified Date : 2021-03-13 10:59:09

    સાબરમતીથી બોટાદ વચ્ચે 165 કિલોમીટર લાંબી રેલવે લાઇનને મીટર ગેજમાંથી બ્રોડ ગેજમાં કન્વર્ટ કરવાની કામગીરી 976 કરોડ રૂપિયાના ખર્ચે ચાલી રહી છે. આ રૂટની કામગીરી પૂર્ણ થતા અમદાવાદથી બોટાદ થઈ ભાવનગરના રસ્તે સૌરાષ્ટ્રને જોડતી લાઇન શરૂ થતા અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફનો રસ્તો લગભગ 40 કિમી ઘટી જશે.

    આ કામગીરી જૂન 2019માં પૂર્ણ થવાની હતી, પરંતુ પહેલાં ટેક્નિકલ કારણથી અને ત્યાર બાદ કોરોનાને કારણે કામગીરી અટકી ગઈ હતી, જે હવે શરૂ કરાતાં માર્ચ 2021 સુધીમાં કામગીરી પૂર્ણ કરવાનું લક્ષ્યાંક રખાયું હતું, પરંતુ હજુ પણ અમદાવાદના ગાંધીગ્રામ, વસ્ત્રાપુર, સરખેજ, બાવળા જેવા સ્ટેશનની કામગીરી બાકી છે. તેની સાથે 165 કિમી લાંબા ટ્રેકમાંથી અમદાવાદ શહેરમાંથી પસાર થતા 15 કિમી રૂટ પર ટ્રેક નાખી દેવાયો છે, પરંતુ બાકીની ટેકનિકલ કામગીરી પૂર્ણ થતા હજુ 5-6 માસનો સમય લાગે તેમ છે, જેના પગલે સાબરમતી-બોટાદ રૂટ પર દિવાળી સુધીમાં લોકોને ટ્રેનનો લાભ મળે તેવી શક્યતા છે.

    સાબરમતી-બોટાદ રૂટ પર અમદાવાદ વિસ્તારમાં કામગીરી બાકી છે. આ સિવાયના વિસ્તારમાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે ત્યારે કમિશનર ઓફ રેલવે સેફ્ટી (સીઆરએસ) દ્વારા બોટાદથી લોથલ સુધીના રૂટ પર ગેજ કન્વર્ઝનનું ઇન્સ્પેક્શન શરૂ કરાયું છે. શનિવારે બોટાદથી લોથલ સુધી સીઆરએસ દ્વારા 100 કિમીની ઝડપે ટ્રેનનું સ્પીડ ટ્રાયલ પણ કરાશે.

Download Our B K News Today App



Related News