સાબરકાંઠા વિદ્યાર્થી પરિષદ દ્વારા 2500 બહેનોને સ્વરક્ષાની તાલીમ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-25 13:08:22
  • Views : 353
  • Modified Date : 2019-12-25 13:08:22

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાબરકાંઠા જિલ્લા દ્વારા તા.૧૭ થી ૨૦ ડિસેમ્બર દરમિયાન જિલ્લાની વિવિધ કોલેજો તેમજ સ્કુલ પરિસરમાં ૨૫૦૦થી વધુ બહેનોને સ્વરક્ષાની તાલીમ અપાઇ હતી.જેમાં તા.૨૧ ડિસેમ્બરના રોજ ગ્રોમોર કેમ્પસમાં સ્વરક્ષાની તાલીમ લીધેલ બહેનો દ્વારા નિદર્શનનો કાર્યક્રમ પણ યોજાયો હતો.જે કેમ્પમાં સાબરકાંઠા જિલ્લા દ્વારા વર્તમાન સમયમાં મહિલાઓ પર થતા રેપ તેમજ છેડતીની ઘટનાઓને ધ્યાનમાં લઇ ૨૦૧૭થી મિશન સાહસિક નામનું સ્વરક્ષાનું અભિયાન લોન્ચ કરાયુ છે. જેમાં અત્યાર સુધીમાં અંદાજે ૩૦ લાખથી વધુ બહેનોએ સ્વરક્ષાની તાલીમ મેળવી છે તેમજ વિવિધ કોલેજો અને સ્કુલ પરિસરોમાં ૨૫૭૬ બહેનોને સ્વરક્ષાની તાલીમ આપવામાં આવી હતી. જયારે તા.૨૧ ડિસેમ્બરના રોજ ગ્રોમોર કેમ્પસમાં સ્વરક્ષાની તાલીમ શીખેલ ૮૩૩ બહેનોના નિદર્શનનો કાર્યક્રમ પણ યોજાયો હતો.જે કાર્યક્રમના મુખ્યઅતિથિ મહિલા મોરચા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષા કૌશલ્યા કુંવરબા પરમાર, વિદ્યાર્થી પરિષદના પ્રદેશ સહમંત્રી ધુતીબેન ગજ્જર, કેમ્પસના આચાર્ય ભરતભાઇ સુથાર, વિદ્યાર્થી પરિષદના જિલ્લા અધ્યક્ષ ગૌતમભાઇ ભટ્ટ, જિલ્લા સંયોજક યાજ્ઞિક પટેલ, હિંમતનગર અધ્યક્ષ મુકેશભાઇ ગોસ્વામી અને ભૌતિક ભટ્ટ્ સહિતના વિદ્યાર્થી પરિષદના અગ્રણી કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News