ખાનગી શાળાઓને ટક્કર મારતી સાબરકાંઠાની સરકારી શાળા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-08 15:23:37
  • Views : 1359
  • Modified Date : 2022-09-08 16:56:35

આ છે સાબરકાંઠા જીલ્લા અંતરિયાળ વિસ્તાર એવા ખેડબ્રહ્મામાં આવેલી પરોયા પ્રાથમીક શાળા કે જે સંપુર્ણ સુવિધાઓથી સજ્જ છે આમ તો આ ગામની વસ્તી અંદાજે ૨૦૦૦થી વધુ છે અને શાળામાં બાળકોની સંખ્યા ૨૨૩ છે તો આચાર્ય સહિત શાળામાં કુલ ૮ શિક્ષક, શિક્ષીકા છે... વાત કરીએ શાળાની તો શાળામાં જ્ઞાનકુંજથી શિક્ષણ અપાય છે, કોમ્પ્યુટર લેબ, પ્રયોગશાળા, લાઈબ્રેરી, તમામ વર્ગ સુવિઘાથી સંપન્ન , શાળાઓની દિવાલો પર શિક્ષણ સાથે જાણવા જેવુના ભીંત ચિત્રો, પ્રોજેક્ટર દ્રારા શિક્ષણ જેવી અધતન સુવિધાઓ આ પ્રાથમિક શાળામાં અપાઈ રહી છે જે સુવિધાઓ ખાનગી શાળાને પણ ટક્કર આપી રહી છે તો શિક્ષકો દ્રારા પણ બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાઈ રહ્યુ છે..ગામના છેવાડે આવેલી આ શાળા કે જેનુ અદ્યતન બિલ્ડીંગ છે તો શાળામાં, ઔષધી બાગ, કીચન ગાર્ડન,પ્લે ગાર્ડન પણ છે... બાળકોને વધુ શિક્ષણ મળી રહે તે માટે દિવાલો પર શિક્ષણ સાથે જાણવા જેવુ ચિતરવામાં આવ્યુ છે જેથી બાળકોને પુસ્તક સિવાય પણ વધુ શિક્ષણ મળી રહે..ખેડબ્રહ્મા તાલુકાની આ પ્રથમ શાળા છે કે જે સ્કુલ ઓફ એક્સેલન્સ અંતર્ગત પસંદગી પામેલ છે અને ગુણોત્સવમાં પણ આ શાળાનો પ્રથમ નંબર આવે છે... જીલ્લામાં પણ શાળાનો પ્રથમ નંબર આવ્યો છે...વધુમાં આ શાળામાં લાઈબ્રેરી પણ બનાવવામાં આવી છે જેમાં બાળકો પુસ્તકો ઉપરાંત અન્ય જ્ઞાન મેળવી શકે તે માટે બનાવવામાં આવી છે... ખાનગી શાળાઓથી બાળકો સરકારી શાળામાં પરત આવે તે માટે અહિ શિક્ષક દ્રારા સારુ શિક્ષણ અપાઈ રહ્યુ છે... ગામના યુવાનોને સ્પર્ધાત્મક પરિક્ષાની તૈયારી શાળામાં કરાવવામા આવે છે જેના કારણે કેટલાક ગામના કેટલાક યુવાનો પરીક્ષામાં પાસ પણ થયા છે જે એક શાળાનુ પણ ગૌરવ છે.સરકાર શિક્ષણ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરે છે ત્યારે વિવિધ ગ્રાન્ટ અને ગામના દાતાઓ દ્રારા પરોયાના આચાર્ય અને શિક્ષકો દ્રારા શાળાની સુવિધાઓ વધારી છે અને અલગ જ વાતાવરણ શાળામાં ઉભુ કર્યુ છે જેના થકી બાળકો શિક્ષણ સિવાય ઈતર પ્રવ્રુતિમાં પણ આગળ આવ્યા છે અને અન્ય શિક્ષકો પણ જો આજ પ્રકારે શાળાનો સુધારો કરે તો ચોક્કસ પણે ખાનગી શાળાઓને પણ તાળા લાગી જાય તેમાં નવાઈ નહિ...



Download Our B K News Today App



Related News