સાબરકાંઠાઃ પૂર્વ MLA અને નેતાના સગાંઓનો લાખોનો ટેક્ષ બાકી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-13 14:55:56
  • Views : 78
  • Modified Date : 2024-02-13 14:55:56

હિંમતનગર નગર પાલિકા દ્વારા વેરા વસૂલવાની કામગીરીને રાજ્યમાં વખાણવામાં આવે છે. જોકે વખાણ પાછળ હજુ પણ એવા કેટલાક લોકોના વેરા વસૂલવાના બાકી રહી ગયા છે કે, જેઓ કેટલાય સમયથી વેરો જ ભર્યો નથી. હવે આ બાકી વેરાની યાદીમાં નેતાઓના અને તેમના સગાંઓના જ નામ સામે આવવાને લઈ આશ્ચર્ય સર્જાયુ છે. એક તરફ પ્રજા વેરાઓ ભરે અને નેતાઓ જ મનમાની કરે એવો ઘાટ જોવા મળી રહ્યો છે.પાલિકાએ હવે આવા નેતાઓ સહિત જાણીતી પેઢીઓના માલિકો કે જે ક્યાંકને ક્યાંક વગદારો સાથે જોડાયેલા છે તેમના વેરા વસૂલવાની શરુઆત કરી છે. આવા બાકીદારોની યાદી નિકાળવામાં આવી છે. જે બાકીદારોને નોટિસ નગરપાલિકાએ ફટકારીને હવે વેરા વસૂલવાની કાર્યવાહી શરુ કરી છે.પ્રજા વેરાની નોટિસ મળે એટલે પાલિકાએ પહોંચી જાય અને વેરો ભરપાઈ કર્યાનું સુખદ આનંદ અનુભવે તો. કેટલાક આમ તેમ કરીને વેરો ભરપાઇ કરવા મજબૂરી પણ વેઠી લેતા હોય છે. આમ છેવટે પ્રજાની સંસ્થાના વેરાની રકમને સમયે ભરપાઇ કરી દે છે. જ્યારે નેતાઓ કે તેમના પરિવારજનો કે પછી વગદાર પેઢીઓની જ વેરાની રકમ ભરપાઇ ના થઇ હોય એ કેટલું યોગ્ય છે. આવા સવાલો હવે શહેરમાં થવા લાગ્યા છે.પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રણજીતસિંહ ચાવડાની બે પેઢીઓનો જ વેરો બાકી હોવાનું સામે આવ્યુ છે. જ્યારે રાજેન્દ્રસિંહ ચાવડાના ભાઇ દિગ્વીજયસિંહ રણજીતસિંહનો પણ બે પેઢીઓનો વેરો બાકી હોવાનું સામે આવ્યું છે. જેમાં દિગ્વીજયસિંહના નામે આશાપુરા ડેવલોપર્સ અને પુજા મોટર્સ નામની પેઢીનો વેરો બાકી છે. જ્યારે પૂર્વ ધારાસભ્ય રણજીતસિંહના નામે સિદ્ધીવિનાયક કોર્પોરેશન પેઢી અને બીજી રાજેન્દ્રસિંહ રણજીતસિંહ ચાવડા અને અન્યના નામની પેઢીનો વેરો બાકી હોવાનું સામે આવ્યુ છે.નગર પાલિકાના ચીફ ઓફિસરે આ નોટિસ ઇશ્યૂ કરવા સાથે જ હવે વેરો નહીં ભરવામાં આવે તો, નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે. બાકીદારોના વેરા પર વ્યાજ પણ વસૂલવામાં આવનાર છે અને તે વ્યાજ સાથેની રકમ બાકી છે. આમ હજુ પણ આ જાણીતી પેઢીઓ અને નેતાઓ અને તેમના સગાંઓ દ્વારા વેરા બાકી રાખવામાં આવશે તો, પાલિકા દ્વારા આકરી કાર્યવાહી હાથ ધરવામાં આવી શકે છે.

Download Our B K News Today App



Related News