સાબરકાંઠા આંજણા ચૌધરી સમાજ દ્રારા કલેકટરને આવેદન પત્ર આપાયુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-09-15 16:11:52
  • Views : 310
  • Modified Date : 2022-09-15 16:11:52

આંજણા સમાજની સંસ્થા અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલભાઈ ચૌધરીને સરકાર દ્વારા ખોટી હેરાન પરેશાન કરીને રાત્રે એસીબી અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરાઈ હતી. જ્યારે રાજકીય કિન્નાખોરી કરી અને દૂધ સાગર ડેરીના ચૂંટણી ના લડી શકે તે માટે અટકાયત કરવામાં આવી હતી. જેને લઇને સાબરકાંઠા જિલ્લાના આંજણા ચૌધરી સમાજના અગ્રણીઓ કલેકટર કચેરી એકઠા થઈને વિરોધ નોંધાવી કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું. સાથે આંજણા ચૌધરી સમાજ અને અર્બુદા સેનાના અધ્યક્ષ વિપુલભાઈ ચૌધરીને સરકાર દ્વારા ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવશે તો આગામી સમયમાં સમાજ દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચરી હતી.

Download Our B K News Today App



Related News