સાબરકાંઠાઃ ચાલુ વીજ લાઈનના તાર અને ડીપી ચોરી આચરતા શખ્શ ઝડપાયા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-01 17:40:01
  • Views : 89
  • Modified Date : 2024-02-01 17:40:01

સાબરકાંઠામાં વધતી ચોરીઓના પ્રમાણ વચ્ચે એલસીબીની ટીમે વધુ ચોરીના ભેદ ઉકેલવામાં સફળતા મેળવી છે. હિંમતનગમાં ભંગારનો સામાન લે-વેચ કરતા સખ્શો ખુદ જ વીજ તારની ચોરી આચરતા હોવાનું સામે આવ્યુ છે. એલસીબીએ બે શખ્શોને ઝડપતા 7 નોંધાયેલા અને અન્ય 13 મળી 20 ચોરીના ભેદ ઉકેલાયા છે.જેને લઈ તેઓએ હિંમતનગરના ન્યાય મંદિર વિસ્તારમાં ચેક કરતા ચોરીનો કોપર સહિતનો મુદ્દામાલ મળી આવ્યો હતો. જે કોપર કેબલને તેઓએ ચોરી કરેલ હોવાનું કબૂલ કર્યુ હતુ.કબુલાત કરતા એલસીબીને તપાસમાં જણાવેલ કે, તેઓ અન્ય પાંચ શખ્શો સાથે મળીને ચોરી આચરતા હતા. દિવસે ભંગાર ખરીદવાના બહાને નજર કરી રાખતા હતા અને રાત્રી દરમિયાન પીક અપ ડાલુ લઈને જઈ સાથે મળી વીજ કેબલની ચોરી આચરતા હતા. જેમાં વીજ ડીપી પણ તેઓ ચોરી કરતા હતા. તેમ જ અન્ય કેબલ અને ડીપીના ઓઇલની ચોરી આચરતા. ચાલુ વીજળીની લાઈન હોવા છતાં તેઓ થાંભલા પરથી વાયરોની ચોરી કરી જતા હતા. અરવલ્લી અને સાબરકાંઠા એમ બંને જિલ્લાઓમાં ચોકી આચરતી ટોળકીના બે શખ્શોને ઝડપી લેવામાં આવ્યા છે. આ ટોળી મોબાઈલ ટાવરની બેટરીઓની પણ ચોરી આચરતી હોવાની કબૂલાત કરી છે.

Download Our B K News Today App



Related News