સાબરકાંઠા: પ્રાંતિજ નજીક નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા પાસે એક કારમાં આગ લાગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-06-09 17:12:21
  • Views : 61
  • Modified Date : 2024-06-09 17:12:21

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ નજીક નેશનલ હાઈવે પર ટોલ પ્લાઝા પાસે એક કારમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. હિંમતનગર થી અમદાવાદ નેશનલ હાઈવે પર પ્રાંતિજના કતપુર નજીક આવેલા ટોલ પ્લાઝા પાસે કારમાં આગની ઘટના ઘટી હતી. મોડી રાત્રી દરમિયાન ઘટેલી ઘટનામાં શોર્ટ સર્કિટને કારણે કારમાં આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે માનવામાં આી રહ્યું છે.હિંમતનગરનો યુવક પોતાના મિત્રને મળવા માટે અમદાવાદ જવા માટે કાર લઈને નિકળ્યો હતો. આ દરમિયાન કારમાં આગ પ્રસરવાને લઈ તે સમયસૂચકતા વાપરીને કારમાંથી બહાર નિકળી જવામાં સફળ રહ્યો હતો. આગને કારણે સંપૂર્ણ પણે કાર આગમાં ખાખ થઈ ગઈ હતી.

Download Our B K News Today App



Related News