નગરપાલિકા દ્વારા નાના કામ શરૂ લડબીનાળુ ક્યારે સાફ થશે એ ચર્ચાનો મુદ્દો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-20 11:22:31
  • Views : 323
  • Modified Date : 2021-03-20 11:22:31

હજુ હમણાંજ
નગરપાલિકાની ચૂંટણીઓ પછી પ્રમુખ અને ઉપ પ્રમુખ હજુ ચૂંટાયા છે. કામગીરી અને વિકાસને નામે ચૂંટાયેલા આ બોર્ડ મેમ્બર ગત વખતના નાના મોટા અટકેલા કામ શરૂ કરવા લાગ્યા છે.
એક તરફ સરકાર શહેરના વિકાસ માટે અનેક યોજનાઓ અંતર્ગત ગ્રાન્ટ આપે છે.
રાજકીય રીતે સ્થાનિક નેતાઓ પોતાના જ કામ પાર પાડે છે. આ સંજાેગોમાં વોર્ડ નં.આઠ ખાતે આવેલ લડબીનાળામાં હાઇવે બાજુની અનેક સોસાયટીનું ગંદુ પાણી અહીં આવે છે. વોર્ડ નંબર એક અને આઠ વોર્ડમાં રહેતા રહીશો માટે આ નાળુ અનેક સમસ્યાઓ સાથે કેટલાય વર્ષોથી ઉભું છે.
ગત ટર્મમાં અતુલ ચોકસી અને અમૃતભાઈ જાેશી આ વોર્ડમાંથી નગર સેવક હતા. બીજા વિસ્તારનું પાણી લડબીનાળામાં નંખાવી પહેલેથી જ વધારે ગંદકી અહીં ભેગી કરી છે. આ વખતની ચૂંટણીમાં આ બાબતે અનેક પત્રિકાઓ અતુલ ચોકસી વિરુદ્ધ ફરતી હતી.
પેનલમાં ચારેય ઉમેદવાર જીત્યા છે. અતુલ ચોકસીના ધર્મપત્ની અહીંથી નગર સેવક તરીકે ચૂંટાયા છે. આ સંજાેગોમાં નાના નાના કામ જે ગત ટર્મમાં બાકી હતા એ બધાં કામ પૂર્ણ થાય ત્યારે જ લડબી નાળાનું સમારકામ થાય. અત્યારે તો અહીં ગંદકી, મચ્છર અને દુર્ગંધની સમસ્યાનો સ્થાનિક લોકો સામનો કરી રહ્યા છે.
જાે આ સમયમાં લોકો ઉગ્ર વિરોધ ન કરે એ માટે સ્થાનિક લોકોને શાંત કરવા ગત ટર્મથી નક્કી કર્યા મુજબ થિંગડાં મારવાનું લડબીનાળા પર શરૂ થયું છે. આ નાળાની બંને બાજુ સિમેન્ટના ગચિયા વડે પાળી બાંધી નગર પાલિકા બાકીનું કામ આગળ વધારે છે કે આટલી પાળી કરી સંતોષ માને છે એ આવનાર સમય બતાવશે. પરંતુ આવનાર સમયમાં આ પ્રશ્નનું સમાધાન નહિ થાય તો સ્થાનિક નગર સેવકો કઈ વાતે લોકો વચ્ચે જશે એ આવનાર સમય બતાવશે એવું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.

Download Our B K News Today App



Related News