પાટણના એસ.ટી.ડેપો માર્ગ પર વાહન પલ્ટી ખાતા એક શખ્સ ઘવાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-25 11:59:55
  • Views : 519
  • Modified Date : 2019-05-25 11:59:55

પાટણ શહેરના માર્ગો પરથી પુરઝડપે પસાર થતાં વાહન ચાલકો દ્વારા અવારનવાર નાના-મોટા માર્ગ અકસ્માતના બનાવો સર્જાતા હોય છે. તો ક્યારેક ગફલતભરી રીતે વાહન હંકારતા વાહનચાલક દ્વારા સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતા પોતાના વાહનો રોડ પર પલ્ટી ખાતા હોવાના બનાવો પણ અવારનવાર પ્રકાશમાં આવતા હોય છે. ત્યારે શુક્રવારના રોજ બપોરના સુમારે એસ.ટી.સ્ટેન્ડ માર્ગ પરથી પુરઝડપે અને ગફલત ભરી રીતે વાહન લઈને નીકળેલા ચાલકે પોતાના વાહન પરનો કાબુ ગુમાવી દેતા વાહન રોડ પર પલટી ખાઈ જતા એક વ્યક્તિને ઇજાઓ થવા પામી હતી. જેથી લોકોએ તેને તાત્કાલિક સારવાર માટે લઇ જવાયો હતો. પરંતુ આવી ઘટનાઓ ઘટવા છતાં પોલીસ દ્વારા આ બાબતે કોઇ પગલાં લેવામાં આવતા હોતા નથી. જેથી લોકોએ પણ પોલીસ પ્રત્યે આક્રોશ બતાવ્યો હતો. ત્યારે આ અકસ્માતના બનાવને લઈને માર્ગ પર ટ્રાફિક ચક્કાજામ થઇ જવા પામ્યો હતો.


Download Our B K News Today App



Related News