શહેરમાં પોલીસના વાહનોની એક કિમી લાઇન ઃ રૂટમાર્ચ કરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-04-30 11:53:26
  • Views : 390
  • Modified Date : 2021-04-30 11:53:26

રાજ્યમાં કોરોના વાયરસના બીજા વેવમાં દર્દીઓના ટપોટપ મોત થઇ રહ્યા છે. ત્યારે ચેઇન તોડવા માટે નાગરિકોના સહકારનો સહકાર પણ ખૂબ જ જરૂરી બની ગયો છે. ત્યારે ગાંધીનગર પોલીસ દ્વારા ગુરૂવારે ગાંધીનગર શહેર અને કલોલમાં રૂટમાર્ચ કરવામાં આવ્યુ હતી. એક કિમી સુધી જાેવા મળેલી પોલીસના વાહનોની લાઇનથી લોકો સંતાઇ જતા હતા. ત્યારે પોલીસે કહ્યુ હતુ કે, ઘરે રહો, કામ વિના બહાર ના નિકળો, સુરક્ષિત રહો અને સહકાર આપો. જ્યારે વોકીંગ દરમિયાન પણ માસ્ક
પહેરવાનંુ ડીવાયએસપી એમ.કે.રાણાએ જણાવ્યંુ હતંુ.
શહેરમા મીની લોકડાઉન અમલી બની ગયુ છે. કોરોનાને આગળ વધતો અટકાવવા તે જરૂરી બન્યુ છે. ત્યારે કારણ વિના રખડતા લોકો ઘરે બેસી રહે અને બિન જરૂરી ભીડ એકઠી ના થાય માટે  ગુરૂવારે ગાંધીનગર પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરાયંુ હતંુ. પોલીસના બુલેટ અને બોલેરો કાર સહિત ડીવાયએસપી એમ.કે. રાણા, ટ્રાફિક
પીઆઇ પુવાર સહિત પોલીસ સ્ટેશનના પીઆઇ જાેડાયા હતા. ત્યારે પેટ્રોલિંગ ગાંધીનગર શહેર, ન્યુ ગાંધીનગર અને કલોલમાં કરાયંુ હતંુ.
ડીવાયએસપી એમ.કે.રાણાએ કહ્યંુ હતંુ કે, કોરોનાની વધતી ચેઇન અટકાવવી જરૂરી બની છે. જેને લઇને  શહેરની પોલીસ દ્વારા રૂટમાર્ચ કરાઇ હતી. જેમાં દુકાનો, મોલ સહિત કોઇ બજાર ખુલ્લુ નથી તે જાેવામાં આવ્યંુ હતંુ. જ્યારે બીન જરૂરી રખડતા લોકોને ઘરે રહેવા સુચનો કરાયા હતા. ગાંધીનગરની સાથે સમગ્ર કલોલ શહેરમાં પણ આવશ્યકતા હોવાના કારણે રૂટમાર્ચ કામગીરી કરાઇ હતી. લોકો પોલીસને સહકાર આપે તેવી પણ અપેક્ષા રાખી હતી.

Download Our B K News Today App



Related News