ચોટીલાના દેવસર ગામમાં બેફામ ખનીજ માફિયાઓ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-11-27 14:12:25
  • Views : 97
  • Modified Date : 2023-11-27 14:12:25

સુરેન્દ્રનગરના ચોટીલાના દેવસર ગામે ખનીજ માફિયા બેફામ બન્યા છે, સામાન્ય બોલાચાલીને લઈને હાથમાં બંદૂક સાથે રસ્તા પર ટોળું નિકળ્યું હતું, ખનીજ મોફિયાઓએ સામાપક્ષના લોકોને બંદૂક બતાવીને મારી નાખવાની ધમકી આપી હતી. જો કે સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ માફિયાને પોલીસનો કોઈ ડર ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.મહત્વનું છે કે, ગામના સરપંચ દ્વારા ખનીજ માફિયા પાસેથી બંદૂક કબ્ઝે કરી હતી અને માહોલ શાંત પાડ્યો હતો, જો કે ખનીજ માફિયા પાસેથી બંદૂક લઈને તેને પોલીસને આપી દીધી હતી. પોલીસે ફરિયાદ દાખલ કરીને કાર્યાવહી હાથ ધરી છે. ત્યારે આ રીતે ખનીજ માફિયા બેફામ બનતા લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.

Download Our B K News Today App



Related News