યુક્રેન સામે રશિયાનો ખતરનાક પ્લાનઃ પુતિન યુક્રેનમાં હત્યાકાંડ કરવાની તૈયારીમાં

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-03-04 15:03:17
  • Views : 509
  • Modified Date : 2023-03-04 15:03:17

રશિયા અને યુક્રેન વચ્ચે એક વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ એક વર્ષના સમયગાળામાં ન તો રશિયાની આક્રમકતા ઘટી છે કે ન તો યુક્રેને હાર માની છે. આવી સ્થિતિમાં હવે એવા અહેવાલ છે કે, રશિયન રાષ્ટ્રપતિ પુતિન યુક્રેન પર સામુહિક આત્મઘાતી હુમલાની યોજના બનાવી રહ્યા છે. લગભગ ત્રણ મહિનાથી યુક્રેન પર આત્મઘાતી હુમલા કરવા માટે બ્લુપ્રિન્ટ તૈયાર કરવામાં આવી રહી છે.

રશિયન હુમલાનું ગોપનીય મુલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેમાં દાવો કરાયો છે કે, પુતિને આ નિર્ણય લશ્કરી નબળાઇ, નિષ્ફળતા, અસમર્થતા અને તેમના સેનામાં સૈનિકોની થઇ રહેલા મૃત્યુના કારણે લીધો છે. પુતિન લશ્કરી લાભ માટે મોરચા પર સૈનિકો મોકલતા રહેશે, પરંતુ તેમનું આ પગલું હજારો સૈનિકોની કબરોમાંથી પસાર થશે.

રશિયાના યુક્રેન પરના આક્રમણના એક વર્ષ બાદ આ અહેવાલ આવ્યો છે, જેમાં કહેવાયું છે કે, પુતિન ત્રણ શરતોનો સામનો કરી રહ્યા છે, જેમાંથી એક એ હતું કે, રશિયાની કાર્યવાહીથી તેમના પડોશીઓ પર હુમલાનું જોખમ વધી શકે છે. બીજું એ કે યુક્રેન પશ્ચિમ દ્વારા પુરા પાડવામાં આવતા શસ્ત્રોની મદદથી જીતી શકે છે, અને ત્રીજું એ છે કે રશિયન સૈન્યની હાર અને પુતિનના યુદ્ધમાં સ્થાનિક સ્તરે વિશ્વાસ ગુમાવવાની સાથે આ યુદ્ધનો અંત આવી શકે છે.

ઉલ્લેખનીય છે કે, રશિયાના આ હુમલામાં યુક્રેનના 7999થી વધુ લોકોના મોત થયા છે. લગભગ 80 લાખ લોકોનો પોતાનું ઘર છોડીને જતા રહ્યા છે. યુક્રેનના ઘણા શહેરો કાટમાળના ઢગલાંમાં ફેરવાઇ ગયા છે.

બીજી તરફ, દિલ્હીમાં જી-20ના વિદેશ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા ભારત આવેલા અમેરિકાના વિદેશ મંત્રી એન્ટોની બ્લિન્કેને રશિયાની આકરી ઝાટકણી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે, રશિયાએ યુક્રેન પર કરેલા હુમલાનું પરિણામ માત્ર યુક્રેન જ નહિં, સમગ્ર દુનિયા ભોગવી રહ્યું છે. આ માત્ર યુક્રેન કે યુરોપ માટે જ નહિં, પરંતુ સમગ્ર વિશ્વમાં શાંતિ માટે પણ ચિંતાનો વિષય છે. આખી દુનિયા ભાવ ચુકવી રહી છે, તેલ-ગેસના ભાવ વધ્યા, ખાદ્ય પદાર્થોના ભાવ વધ્યા છે. તેનાથી વધુ, તે યુએન ચાર્ટરનું ઉલ્લંઘન છે, જે જણાવે છે કે એક દેશ બીજા દેશમાં જઇને હુમલો કરી શકે નહિં. તેની સરહદો પર હુમલો કરી શકતો નથી. તે તેના પ્રદેશો પર કબજો કરી શકતો નથી અન તેની ઓળખ ચીનવી શકતો નથી.

Download Our B K News Today App



Related News