વાવના ખીમાણાપાદરમાં ગૌ માતાનાં લાભાર્થે ભવ્ય સંતવાણીમાં રૂપિયાનો વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-08 06:04:59
  • Views : 515
  • Modified Date : 2019-04-08 06:04:59

સરહદી વાવ તાલુકાના ખીમાણાપાદરમાં શનિવારે રાત્રે ભવ્ય સંતવાણી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતનાં નામાંકિત કલાકારોમાં દેવાયત ખાવડ (લોકસાહિત્યનો સાવજ), ગીતાબેન રબારી (કચ્છી કોયલ), દશરથદાન ગઢવી (સ્ટેજ સંચાલક) એ રાખી રાત રમઝટ બોલાવી હતી. શ્રી વરવડી યુવક મંડળ ખીમાણાપાદર ગોહિલ રાજપૂત પરિવાર દ્વારા સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું. એકલિંગજી ગૌશાળાનાં લાભાર્થે આ ભવ્ય સંતવાણી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વાવ વિસ્તારમાં ગૌ માતાની કાજે પોતાનાં પ્રાણની શહીદી આપનાર શ્રી લખાપીર દાદાનાં અનેક પરચાઓ અત્યારે મોજુદ છે. દુષ્કાળની ભયંકર પરિસ્થિતિમાં ગૌમાતાની રક્ષા કાજે આવાં ધાર્મિક કાર્યક્રમો દ્વારા આવેલી રકમ ગૌશાળામાં વપરાશે. આ પ્રસંગે મંત્રી  પરબતભાઈ
પટેલ, ધનજીભાઈ ગોહિલ, અમીરામભાઈ આશલ, ઘેંગાજી રાજપૂત, બળવંતસિંહ રાજપૂત,  મજાદર (મહાકાલ સેના, બનાસકાંઠા), મુળજીભાઈ ગોહિલ સહિત વાવ-થરાદ અને સુઈગામ પંથકમાંથી મોટી સંખ્યામાં રાજપૂત સમાજ સહિત અન્ય સમાજોમાંથી મોટી સંખ્યામાં ભાઈ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.


Download Our B K News Today App



Related News