ડૉલર સામે રૂપિયામાં પાંચ પૈસાનો સુધારો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-09-14 17:10:29
  • Views : 314
  • Modified Date : 2024-09-14 17:10:29



વૈશ્ર્વિક બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારો, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ છતાં આજે વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ તેમ જ સ્થાનિક ચલણ પર રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની પકડ મજબૂત રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો સાંકડી વધઘટે અથડાઈને પાંચ પૈસાના સુધારા સાથે ૮૩.૯૧ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ચોખ્ખી લેવાલી જળવાઈ રહી હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હોવાનું ટ્રેડરોએ જણાવ્યું હતું.બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના ૮૩.૯૬ના બંધ સામે સુધારાના અન્ડરટોને ૮૩.૯૨ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં ૮૩.૯૮ અને ઉપરમાં ૮૩.૮૫ની રેન્જમાં અથડાઈને અંતે ગઈકાલના બંધ સામે પાંચ પૈસાના સુધારા સાથે ૮૩.૯૧ના મથાળે બંધ રહ્યો હતો.ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. ૭૬૯૫ કરોડની ચોખ્ખી લેવાલી રહી હોવાના અહેવાલ ઉપરાંત આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ ગઈકાલના બંધ સામે ૦.૪૬ ટકા ઘટીને ૧૦૦.૯૦ આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી રૂપિયાના સુધારાને ટેકો મળ્યો હતો, પરંતુ આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ ગઈકાલના બંધ સામે ૧.૦૩ ટકા ઉછળીને બેરલદીઠ ૭૨.૭૧ ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યો હોવાથી તેમ જ આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટીમાં અનુક્રમે ૭૧.૭૭ પૉઈન્ટનો અને ૩૨.૪૦ પૉઈન્ટનો ઘટાડો આવ્યો હોવાથી રૂપિયામાં સુધારો સીમિત રહ્યો હોવાનું સૂત્રોએ ઉમેર્યું હતું.

  

Download Our B K News Today App



Related News