ગુજરાતમાં આવતીકાલથી ખુલી જશે બજાર, રૂપાણી સરકારે કરી દીધી જાહેરાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-25 17:53:14
  • Views : 1057
  • Modified Date : 2020-04-25 17:53:14

ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના નાના-મોટા દુકાનધારકો, ધંધા વ્યવસાયકારો માટે એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં રવિવાર તા. 26 એપ્રિલથી મોલ તેમજ માર્કેટીંગ કોમ્પલેક્ષ સિવાય તમામ દુકાનોને પોતાના ધંધા વ્યવસાય શરૂ કરવા માટે છૂટ આપવામાં આવશે.ભારત સરકારના જાહેરનામાના અનુસંધાને મુખ્યમંત્રીએ રાજ્યમાં આ નિર્ણયની જાહેરાત કરી છે. ધંધો વ્યવસાય કરવા માટેની છૂટછાટ નિયમો અને શરતોને આધિન આપવામાં આવી છે. તદ્દઅનુસાર, જે દુકાનો-ધંધા વ્યવસાયને વ્યવસાય માટે છૂટ આપવામાં આવી છે તે વિસ્તાર કન્ટેઇનમેન્ટ વિસ્તારની બહાર હોવો જોઇશે. દુકાન-ધંધા વ્યવસાયના નિયમિત સ્ટાફના પ૦ ટકા સ્ટાફ રાખવાનો રહેશે. માસ્ક પહેરવાનું અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ ફરજિયાત પાલન દુકાન-ધંધા વ્યવસાયકારોએ કરવાનું રહેશે.જે-તે સ્થાનિક સત્તામંડળે જાહેર કરેલા કન્ટેઇનમેન્ટ વિસ્તારો માન્ય ગણાશે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત એવો પણ નિર્ણય કર્યો છે કે ગુજરાત માં  I T તેમજ ITES ઇન્ડસ્ટ્રીઝમાં પણ પ૦ ટકા સ્ટાફ કામકાજ માટે રાખવાની શરતે અને જો આવી ઇન્ડસ્ટ્રી કન્ટેઇનમેન્ટ ઝોન બહારના વિસ્તારમાં હોય તો તેવી ઇન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે.CM વિજય રૂપાણીએ કોરોના સંક્રમણની સ્થિતીને કારણે લોકડાઉનની જાહેર થવાની પરિસ્થિતીમાં રાજ્યની બજાર સમિતિઓ માટે એક મહત્વની જાહેરાત કરી છે. તેમણે એવો નિર્ણય કર્યો છે કે, લોકડાઉનની સ્થિતીમાં જે બજાર સમિતિઓની વ્યવસ્થાપક સમિતિની મુદત પૂર્ણ થઇ ગઇ છે તેવી તથા જે બજાર સમિતિઓની મુદત તા. 31 જુલાઇ-2020 સુધીમાં પૂર્ણ થવાની છે તેવી બજાર સમિતિઓની મુદત તા. 31 જુલાઇ સુધી વધારી દેવામાં આવી છે. બજાર સમિતિઓની મુદતનો આ વધારો ગુજરાત ખેત ઉત્પન્ન બજાર અધિનિયમ અંતર્ગત કરવામાં આવ્યો છે.

Download Our B K News Today App



Related News