ગ્રામજનો સહિત શ્રદ્ધાળુઓને ભારે આંચકો આ વખતે રૂપાલમાં માતાજીની પલ્લી નહીં યોજાય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-24 10:12:46
  • Views : 321
  • Modified Date : 2020-10-24 10:12:46

કોરોના સંક્રમણના કારણે આ વર્ષે રૂપાલની પલ્લી નહીં યોજવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ડેપ્યૂટી સીએમના આ નિવેદન બાદ રૂપાલની પલ્લી નીકળવાની આશ પર પાણી ફરી વળ્યું છે. લોકોને આશા હતી કે ગ્રામના લોકો વર્ષોથી ચાલી આવતી પરંપરાને જાળવી રાખી ખાલી ગ્રામજનો દ્વારા પલ્લીને કાઢવાની મંજૂરી મળશે, તેના માટે ગ્રામજનોએ આગમચેતીરૂપે ગામના તમામ રસ્તાઓ બંધ કરી દીધા હતા. બહારના લોકોને ગામમાં પ્રવેશવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો હતો. પરંતુ નીતિન પટેલનું નિવેદન ગ્રામજનો સહિત શ્રદ્ધાળુઓને ભારે આંચકો આપ્યો છે.
અંબાજીનો ભાદરવી પૂનમનો મેળો કોરોનાના કારણે રદ કરવામાં આવ્યો હતો. ત્યારે આ જ સમય દરમિયાન નવરાત્રીના નોમની રાત્રે યોજાતાં રૂપાલમાં પલ્લીનો મેળો રદ કરવામાં આવ્યો છે. જેને લઈને રૂપાલ મંદિરના ટ્રસ્ટી નીતિન પટેલે સ્પષ્ટતા કરી હતી કે રૂપાલમાં પલ્લીનો મેળો નહીં યોજાય. રુપાલના વરદાયિની ટ્રસ્ટના ટ્રસ્ટી અને આગેવાન નીતિન પટેલે રૂપાલની પલ્લી બાબતે સ્પષ્ટપણે કહ્યું કે આ વર્ષે રૂપાલની પલ્લી યોજવામાં નહીં આવે. શહેર પાસે આવેલા રૂપાલ ગામમાં આસો સુદ-૯ ના દિવસે વરદાયની માતાજીની પલ્લી નીકળે છે. ગામના ૨૭ ચોકમાં પલ્લીના રથને ઊભો રાખવામાં આવે છે. તે દરમિયાન ટ્રોલીમાં ભરેલા ઘીનો અભિષેક કરવામાં આવે છે. પલ્લીનો રથ બીજા નંબરના ચોકમાં આવે છે. તે પહેલા જ નાના ભૂલકાઓને રથની નજીક લાવવામાં આવે છે અને પલ્લી ઉપર ઘી ચડાવતા સ્વયંસેવકોનો બાળકો સોંપવામાં આવે છે. એક હાથે પકડી પકડીને સ્વયંસેવકો જ્યોત ઉપરથી બાળકોને ફેરવીને પોતાના માતા-પિતાને પરત આપે છે. ત્યારે નાના બાળકો ભીડ જોઈને જ રડતા હોય છે. તેમ છતાં આ બાળકોને એક હાથે ઊંચકીને પલ્લીની જવાળા સુધી લઇ જવામાં આવે છે. રૂપાલ ગામમાં કોઈપણ દીકરો જન્મે તેની બાબરી સીધી રીતે કરી શકાતી નથી. જ્યોત ઉપરથી બાળકને ફેરવીને તેના દર્શન કરાવ્યા બાદ થોડા વાળ કાપવામાં આવે છે. ત્યારબાદ આ બાળકની ચૌલ ક્રિયા કરી શકાય છે. જ્યાં સુધી રૂપાલ ગામમાં જન્મેલા દીકરાને પલ્લી જ્યોતના દર્શન ન કરાવવામાં આવે ત્યાં સુધી બાળકની બાબરી ઉતારી શકાતી નથી.

Download Our B K News Today App



Related News