પોલીસે સર્ચ ઓપરેશન પૂરુ કર્યું, ફોન કરી બોમ્બ મુકવાની ધમકી આપનારની ઓળખ કરાઈ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-04 11:59:37
  • Views : 285
  • Modified Date : 2021-03-04 11:59:37

    તાજમહેલમાં બોમ્બની ખબર ખોટી નીકળી છે. પોલીસે સર્ચ ઓપરેશન પૂરુ કર્યું, ફોન કરી બોમ્બ મુકવાની ધમકી આપનારની ઓળખ કરી લીધી છે. હવે પર્યટકો માટે ફરી તાજમહેલના દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.આગરાના આઈજીએ કહ્યું છે કે, બોમ્બની ખબર ખોટી નીકળી છે. લોકોએ ચિંતા કરવાની જરૂર નથી. ફિરોઝાબાદમાંથી અક અજાણી વ્યક્તિએ બોમ્બની ખોટી માહિતી આપી હતી. આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે.

    તાજમહેલમાં બોમ્બ મળ્યો હોવાની માહિતી મળ્યા પછી પર્યટકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ માહિતી મળ્યા પછી ઘટના સ્થળે દોડાદોડી થઈ ગઈ હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોઈએ ફોન કરીને તાજ મહેલમાં વિસ્ફોટ રાખ્યો હોવાની માહિતી આપી હતી. ત્યારપછી CISF અને સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. સમગ્ર પરિસરમાં તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે, તાજમહેલના બંને દરવાજા બંધ કરવામાં આવ્યા હતા.

    સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. ઘટના સ્થળે પહોંચેલા પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, પોલીસે જણાવ્યું કે, બોમ્બ મુકવાની માહિતી કોઈ અજાણી વ્યક્તિએ 112 નંબર પર આપી હતી. તેણે કહ્યું હતું કે, સૈનિકોની ભરતીમાં ગરબડ થઈ રહી છે અને તેના કારણે પ્રોપર ભરતી નથી થઈ રહી. તેથી તેણે તાજમહેલમાં બોમ્બ રાખી દીધો છે. જે થોડી વારમાં બ્લાસ્ટ થઈ જશે. આગરા પોલીસ દ્વારા ત્વરીત કાર્યવાહી કરીને સીઓની આગેવાનીમાં ટીમ તાજમહેલ પરિસરમાં ચેકિંગ અભિયાન શરૂ કરીને તપાસ કરી રહી છે.


Download Our B K News Today App



Related News