ગુજરાતમાં વાહનોને સ્ક્રેપ કરવા રજિસ્ટ્રેશન અને સ્ક્રેપીંગની કાર્પદ્ધતિ અંગેના નિયમો જાહેર.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-07-03 17:58:41
  • Views : 114
  • Modified Date : 2023-07-03 17:58:41

છેલ્લા કેટલાક સમયથી સરકાર દ્વારા કચેરીના ધક્કા ખાવામાંથી મુક્તિ અપાવવા માટે વિવિધ સુવિધાઓની પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી રહી છે. RTOની વધુ એક સેવાની પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી છે. રાજ્યમાં વાહનોને સ્ક્રેપ કરવા માટે ઓનલાઇન અરજી કરી શકાશે. કેન્દ્ર સરકાર દ્વારા વ્હીકલ સ્ક્રેપીંગ ફેસિલિટીના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. રજિસ્ટ્રેશન અને સ્ક્રેપીંગની કાર્યપદ્ધતિ અંગેના નિયમો જાહેર કરવામાં આવ્યા છે. માત્ર સરકાર માન્ય રજિસ્ટર્ડ સ્ક્રેપિંગ ફેસિલિટીમાં સ્ક્રેપ કરી શકાશે. કેન્દ્ર સરકાર દ્વારા વ્હીકલ સ્ક્રેપીંગ ફેસીલિટીના રજિસ્ટ્રેશન અને સ્ક્રેપીંગની કાર્પદ્ધતિ અંગેના નિયમો જાહેર કરવામાં આવ્યાં છે. રાજ્યમાં આ નિયમો અંતર્ગત રજિસ્ટર્ડ વ્હીકલ સ્ક્રેપીંગ ફેસેલિટી મારફતે સ્ક્રેપ કરી શકાશે, જે માટે https://vscrap.parivahan.gov.in/vehiclescrap/vahan/welcome.xhtml પર અરજી કરવાની રહેશે એમ વાહન વ્યવહાર કમિશનરની કચેરીની અખબારી યાદીમાં જણાવાયું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે રાજ્ય સરકાર દ્વારા વ્હીકલ સ્ક્રેપીંગ અંગેની પોલિસી જાહેર કરવામાં આવી હતી. જેના અસરકારક અમલીકરણ રાજ્યભરમાં કરવામાં આવી રહ્યું છે.સરકાર દ્વારા વિવિધ સેવાઓના લાભ ઝડપથી લોકો સુધી પહોંચે અને કચેરીઓમાં ફાઇલોનું ભારણ ઘટે તે માટે ડિઝિટલ ઇન્ડિયાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. આ માટે મોટાભાગની સેવાઓ ઓનલાઇન કરી દેવામાં આવી છે. ખાસ કરીને RTO કચેરીના મોટાભાગના કામ હવે ઓનલાઇન થઇ ગયા છે. જેમાં નંબર મેળવવાથી લઇને રજિસ્ટ્રેશન પ્રક્રિયા ઓનલાઇન થઇ ચૂકી છે.

Download Our B K News Today App



Related News