દેશના ગૃહમંત્રી અમિત શાહના જન્મદિવસ પર ડીસાના ધારાસભ્ય દ્વારા રુદ્રયાગ યજ્ઞ અને મહામૃત્યુંજય જાપનું આયોજન કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-23 12:00:55
  • Views : 366
  • Modified Date : 2021-10-23 12:00:55

ડીસા શહેરના સાઈબાબા મંદિર ખાતે યોજાઇ રહેલો યજ્ઞનો હેતુ જાણીને તમે પણ ચોંકી જશો.. ડીસાના ધારાસભ્ય દ્વારા ભારતના ગૃહ મંત્રી અમિત શાહના જન્મ દિવસ પર વર્ષોથી તેમની દીર્ઘાયુ માટે યજ્ઞનું આયોજન કરવામાં આવે છે.. ડીસાના ધારાસભ્ય માટે અમિત શાહ ભગવાન સમાન છે અને એટલા માટે ધાર્મિક યજ્ઞમાં પણ દેવી દેવતાઓની પ્રતિમા સાથે અમિત શાહની તસવીર મૂકીને યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. તેના પરથી સમજી શકાય છે કે અમિતભાઈ શાહ પ્રત્યે ડીસાના ધારાસભ્ય કેટલું મહત્વ ધરાવે છે.. દર વર્ષની જેમ વર્ષે પણ શશિકાંતભાઈ પંડયાએ ડીસાના સાઈબાબા મંદિર ખાતે અમિતભાઈ શાહના દીર્ઘાયુ માટે રુદ્ર યાગ યજ્ઞમાં આહુતિ આપી મહામૃત્યુંજયના જાપ કર્યા હતા

Download Our B K News Today App



Related News