RTOનું ભારણ ઘટાડવા માટે હવે 9 થી 6.....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-09 12:08:20
  • Views : 510
  • Modified Date : 2019-05-09 12:08:20

રાજ્યના વાહન વ્યવહાર વિભાગે એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે.  લાયસન્સમાં પડી રહેલી મુશ્કેલીઓને ધ્યાનમાં લેતા લાયસન્સની પ્રક્રિયા ઝડપી બનાવવા અને આરટીઓનું ભારણ ઘટાડવા માટે શનિવારે પણ ટેસ્ટ ટ્રેક ચાલુ રખાશે. હવેથી RTOમાં લાયસન્સ માટેની કામગીરી સવારે 9 કલાક થી 6 વાગ્યા સુધી ચાલુ રહેશે.આરટીઓમાં સવારથી લાયસન્સ કે અન્ય કામીગીરીનું સતત ભારણ જોવા મળે છે. આ ઉપરાંત એજન્ટોની ભરમાળ પણ RTOમાં એટલી જ દેખાય છે. એપોઇન્ટમેન્ટ સાથે આવતા વાહન ચાલકોને પણ RTOની કામગીરી પૂરી કરતા દિવસ આખો વ્યય થતો હોવાનો અહેસાસ થાય છે. તેમ છતાં RTOની કામગીરી પેડીંગ રહેતી. જેને લઇ આરટીઓમાં ચાલતી લાલીયાવાડીને અટકાવવા માટે રાજ્ય વાહન વ્યવહાર વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કરવામાં આવ્યો છે.  જેમાં હવેથી ટેસ્ટ ટ્રેક પર સરકારી અધિકારીઓ દ્વારા ટેસ્ટ લેવામાં આવશે.

Download Our B K News Today App



Related News