RRBએ ચોથા તબક્કાના એક્ઝામ શિડ્યુઅલમાં ફેરફાર કર્યો, હવે 22 ફેબ્રુઆરીએ પરીક્ષા યોજાશે; આજે એડમિટ કાર્ડ જાહેર થશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-02-11 12:27:53
  • Views : 330
  • Modified Date : 2021-02-11 12:27:53

    રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડ (RRB)એ NTPC ભરતી પરીક્ષાના ચોથા તબક્કાની ઓનલાઈન એક્ઝામના શિડ્યુઅલમાં ફેરફાર કર્યો છે. બોર્ડે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરીને જણાવ્યું કે, પરીક્ષાના શિડ્યુઅલમાં એક બીજી એક્ઝામની ડેટ ઉમેરવામાં આવી છે. ચોથા તબક્કા હેઠળ હવે 22 ફેબ્રુઆરીએ પણ ઓનલાઈન પરીક્ષા લેવામાં આવશે. તેના માટે એક્ઝામ સિટી અને અન્ય જાણકારી આજે એટલે કે 11 ફેબ્રુઆરીએ જાહેર કરવામાં આવશે. જ્યારે એડમિટ કાર્ડ એક્ઝામના 4 દિવસ પહેલા એટલે કે આજે જાહેર કરવામાં આવશે.

    RRBએ NTPC ભરતીના ચોથા તબક્કાની પરીક્ષાનું શિડ્યુઅલ 04 ફેબ્રુઆરીએ જાહેર કર્યું હતું. શિડ્યુઅલના અનુસાર, ચોથા તબક્કાની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી શરૂ થશે, જે 03 માર્ચ સુધી ચાલુ રહેશે. આ પરીક્ષા લગભગ 16 લાખ ઉમેદવારો માટે લેવામાં આવી રહી છે. બોર્ડે ઉમેદવારો માટે એક્ઝામ સિટી અને ડેટની લિંક 05 ફેબ્રુઆરીએ જ એક્ટિવ કરી હતી. તેના દ્વારા ઉમેદવારો તેમના એક્ઝામ સેન્ટર, ડેટ અને ફ્રી ટ્રાવેલ પાસ ડાઉનલોડ કરી શકે છે.

    ચોથા તબક્કાની પરીક્ષા માટે એડમિટ કાર્ડ પરીક્ષાના 4 દિવસ પહેલા એટલે કે આજે રેલવેની રિઝનલ વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે. નવા શિડ્યુઅલ અનુસાર, હવે પરીક્ષા 15,16, 17, 22, 27, ફેબ્રુઆરી અને 01, 02, 03 માર્ચના રોજ આયોજીત થશે. બાકીના ઉમેદવારો માટે એક્ઝામ આગામી તબક્કામાં લેવામાં આવશે, જેની જાણકારી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ પર એડમિટ કાર્ડ વિશે જાણકારી આપવામાં આવશે. અન્ય અપડેટ માટે ઓફિશિયલ વેબસાઈટ rrbcdg.gov.in વિઝિટ કરતા રહેવું.


Download Our B K News Today App



Related News