એલ એન્ડ ટી દ્વારા અમીરગઢ તાલુકામાં ખનીજ પરમીટ કરતા વધુ ખોદકામ કરી રોયલટી ચોરીની રજૂઆત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-22 11:49:08
  • Views : 461
  • Modified Date : 2020-06-22 11:49:08

અમીરગઢ તાલુકામાં  એલ એન્ડ ટી કાં. દ્વારા પરમીટ કરતા વધુ ખોદકામ કરી રોયલટી ચોરી કરતા હોવાની  અરજી  સુમાર સબીરખાન દ્વારા કરાતા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.
સરકારના રેલ્વે વિભાગ ડબલ્યુ.ડી.એફ.સી.ની કામગીરી હાલમાં બનાસકાંઠામાં ચાલી રહી છે. આ કામગીરીનો કોન્ટ્રાકટ એલ એન્ડ ટી કાં. પાસે છે. ડબલ્યુ.ડી.એફ.સી. ની કામગીરી માટે કાચી માટીની જરૂરીયાત હોય છે અને કાચી માટી મેળવવા માટે એલ એન્ડ ટી  દ્વારા બનાસકાંઠા ભુસ્તર શા†ી પાસે સાદી માટી માટે અરજી કરવામાં આવે છે. ભુસ્તક વિભાગ દ્વારા ખોદકામની જગ્યા, જથ્થો વિગેરેની પરમીટ આપે તો જ ખોદકામ કરી શકાય છે. અમીરગઢ તાલુકાના લક્ષ્મીપુરા ગામના જુના સર્વ નં. ૨૩/૨ અને નવા સર્વ નં. ૪૬ માંથી સાદી માટીનો જથ્થો લઈ
જવાની પરમિટ ભુસ્તર વિભાગ દ્વારા એલ એન્ડ ટી ને અપાઈ હતી. ત્યારે એલ એન્ડ ટી દ્વારા પરમિટ કરતા વધુ ખોદકામ કરી સરકારની જાણ બહાર માટી વહન કરી રોયલટીની ચોરી કરવામાં આવી છે. એલ એન્ડ ટી દ્વારા મંજુરીની જગ્યા કરતા  અન્ય જગ્યાએથી  ખોદકામ કરી બિન અધિકૃત કરી માટીની ચોરી કરી ગુન્હાહિત પ્રવૃત્તિ કરી છે. ભુસ્તર વિભાગ દ્વારા પ્રતિ મેટ્રીકટનના  રૂ.  ૧૭૫/- લેખે રૂ. ૫૮,૫૩,૯૨૫/- તથા ખાણ અને ઉદ્યોગ વિભાગના  ૧૯-૯-૧૮ના ઠરાવ થયેલ
સુધારા હુકમ ૨૯-૧૧-૧૮ ની જાગવાઈ મુજબ ૪૧% લેખે રૂ. ૨૪,૦૦,૧૧૦/- પર્યાવરણ નુકશાની ડી.એમ.એફ. હેઠળ વસુલી લેવા એલ એન્ડ ટી ને નોટીસ આપી હતી. અમીરગઢ તાલુકાના લક્ષ્મીપુરા જુના સર્વ નં. ૨૪/૨ તથા નવા સર્વ નં. ૪૬ માંથી ખાણ માટી વિસ્તાર ૧-૮-૪૫ હે.ચો.મી. આશરે ૩૩,૦૦૦ મેટ્રીકટન કરતા વધુનું ખોદકામ એલ એન્ડ ટી દ્વારા કરાયું છે. તેમ છતાં
બનાસકાંઠા ભુસ્તર વિભાગ દ્વારા ગોદડી ગોટે વાળી  ૨૦,૦૦૦ મેટ્રીકટનથી વધુ ખોદકામ થયેલા અંદાજે   રકમમાં ઘટાડો કરી રૂ. ૮૩,૦૦,૦૦૦/- ની જગ્યાએ રૂ. ૪૯,૦૦,૦૦૦/- ની નોટીસ આપી ત્યારે એલ એન્ડ ટી દ્વારા ૧૭-૩-૨૦ ના રોજ રૂ. ૨૫,૦૦,૦૦૦ ભરપાઈ કરેલ છે. આ રીતે બનાસકાંઠા ભુસ્તર વિભાગ પણ શંકાના દાયરામાં છે. એલ એન્ડ ટી દ્વારા બનાસકાંઠા ભુસ્તર વિભાગ પાસેથી મેળવેલ પરવાનગી કરતા વધુ ખોદકામ કરી માટીની ચોરી કરેલ છે.  અરજદાર દ્વારા કરાયેલ
અરજીની કપાસના ઘમઘમટા શરૂ થતા એલ એન્ડ ટીના પગતળેથી જમીન ખસી જવા પામી છે. અરજદારની
અરજીને ધ્યાને  રાખી ભુસ્તર વિભાગ તટસ્થ તપાસ કરે તો સરકારની તિજારી રૂપિયાથી છલોછલ ભરાઈ જાય તેમ છે.
આ બાબતે બનાસકાંઠા ભુસ્તર વિભાગના અધિકારી જાષીનો ટેલીફોનીક સંપર્ક કરતા જાણવા મળ્યું કે
અરજદારની અરજીને ધ્યાને રાખી તપાસ ચાલુ છે. તપાસ દરમ્યાન જે પણ હશે જણાવવામાં આવશે. હાલ કશુ કરી શકાય નહીં.

Download Our B K News Today App



Related News