પાલનપુર વિસ્તારમાં રોયલ્ટી ચોરી કરતા બે ડમ્પર ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-04 11:52:13
  • Views : 400
  • Modified Date : 2019-05-04 11:52:13

બનાસકાંઠા ભૂસ્તર વિભાગ દ્વારા પાલનપુર તાલુકા ગઢ ગામેથી અને પાલનપુર ધનિયાણા ચોકડી નજીકથી  રોયલ્ટી ચોરી કરતા બે ડંમ્પર ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા અન્ય ભૂમાફીયાઓમાં ફફડાટ પ્રસરી ગયો છે.બનાસકાંઠામાં રાત્રી દરમિયાન ઓવર લોડ તેમજ રોયલ્ટી ભર્યા વગર ખનિજનું વહન કરવામાં આવતુ હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી. જેના પગલે ભૂસ્તર શા†ી સુભાષ જાષીએ સ્ટાફ સાથે રાત્રી દરમિયાન પાલનપુર તાલુકાના ગઢ ગામે અને પાલનપુર ધનિયાણા ચોકડી પાસે ઓચિંતુ ચેકીંગ હાથ ધર્યુ હતુ.અને ખનિજની  ચોરી કરતા બે ડંમ્પરોને ઝડપી લઈ પાલનપુરની કલેક્ટર કચેરી ખાતે લાવવામાં આવ્યા હતા.આ અંગે ભૂસ્તર વિભાગ દ્વારા બંન્ને ડંમ્પરના માલિકોને નોટીસ આપી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવતા અન્ય ભૂમાફીયાઓમાં ફફડાટ પ્રસરી ગયો છે.


Download Our B K News Today App



Related News