પાલનપુર તાલુકાના ગઢ ખાતે છેલ્લા ૨૨ વર્ષથી કાર્યરત રોટરી સેવાદળ સેવાકીય સંસ્થાનો આજે ડીડીઓની અધ્યક્ષતામાં રોટરીનો ૨૩મો શપથ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-26 12:01:48
  • Views : 227
  • Modified Date : 2021-07-26 12:01:48

     પાલનપુર તાલુકાના ગઢ ખાતે છેલ્લા ૨૨ વર્ષથી કાર્યરત રોટરી સેવાદળ સેવાકીય સંસ્થા નો આજે રવિવારે શપથ ગ્રહણ કાર્યક્રમ પેથાણી વિધાસંકુલ ખાતે આવેલા માણેકબા હોલમાં યોજાયો હતો જેમાં મુખ્ય મહેમાન તરીકે બનાસકાંઠા જીલ્લા વિકાસઅધિકારી સ્વપ્નિલ ખરે ઉપસ્થીત રહ્યા હતા રોટરી સેવાદળ ગઢ દ્રારા છેલ્લા બાવીસ વર્ષથી ગઢ તેમજ આજુબાજુના વિસ્તારોમાં સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે જેમાં ગરીબો ને અનાજ વિતરણ,  રકતદાન કેમ્પો , આરોગ્ય ચકાસણીના કેમ્પો , સીનિયર સીટીઝનો ને હરદ્રાર પ્રવાસ, કોરોના ની મહામારીમાં ઓકસીજન બોટલો ની સેવા , ઉકાળા વિતરણ, ગામમાં સફાઈ, જરુરીયાત મંદ લોકોને મેડીકલ સહાય જેવા વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવે છે અને અનેક વાર રોટરી સેવાદળે સારી કામગીરી બદલ ઈન્ટરનેશનલ રોટરી કલ્બ દ્રારા એવોર્ડ પણ અેનાયત કરવામાં આવ્યા છે ત્યારે આજે રોટરી સેવા દળના પ્રમુ઼ખ મંત્રી નો શપથ કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગત વર્ષના પ્રમુખ દેવેન્દ્રભાઈ સોની અને મંત્રી વાઘજીભાઈ ચૌધરીએ નવીન વર્ષના પ્રમુખ અશોકભાઈ પટેલ અને વિપુલભાઈ પટેલને નવિન પ્રમુખ, મંત્રી તરીકેનો કારભાર સોપ્યો હતો ત્યારે નવીન પદ ગ્રહણ કરતા પ્રમુખ મંત્રી અને નવી ટીમને રોટેરીયન પ્રશાંત ગોહિલ દ્રારા શપથ લેવડાવવામાં આવ્યા હતા તેમજ રોટરી માં સરાહનીય કાર્ય કરનાર સભ્યો અને દાતાઓનુ સન્માન કરવામાં આ્વ્યુ હતુ સાથે સાથે રોટરી પરિવારના તેજસ્વી બાળકોને મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યુ હતુ આ પ્રસંગે અતિથી વિશેષ તરીકે જે.પી મોદી  મેનેજર ગવર્મેન્ટ ટ્રાન્સપોર્ટ સર્વિસ તેમજ હીરાભાઈ જગાણીયા તેમજ સોળગામ લેઉઆ પાટીદાર પ્રગતિ મંડળના પ્રમુખ રમેશભાઈ પટેલ પાલનપુર ધારાસભ્ય મહેશભાઈ પટેલ, આરસીસી ચેરમેન લલીત મહેશ્વરી તેમજ રોટરીની સમગ્ર ટીમ અને ગ્રામજનો ઉપસ્થીત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમનુ સફળ સંચાલન ભીખાભાઈ વોરા અને રજનીભાઈ જોષી એ કર્યુ હતુ અને કાર્યક્રમની આભારવિધી વિપુલભાઈ પટેલ દ્રારા કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News