રોટરી કલબ ડીસા ડિવાઇન દ્વારા ઝવેરી નગર પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-04 13:59:10
  • Views : 260
  • Modified Date : 2022-03-04 13:59:10

રોટરી કલબ ડીસા ડિવાઇન દ્વારા ઝવેરી નગર પ્રાથમિક શાળામાં ચિત્ર સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું

બાળકોની આંતરિક શક્તિ ખીલે અને નવા ક્રિએટિવ આઇડિયા સાથે આનંદ પ્રમોદ કરે અને સાથે કોરોના કાળમાં જે સુષુપ્ત થઈ ગયા છે તેવા બાળકો એક્ટિવ થઈ  હરખભેર સ્કૂલે આવી અને ભણી શકે તેવા સંકલ્પ સાથે ડ્રોઈંગ કોમ્પીટીશન ઝવેરી નગર પ્રાથમિક શાળા માં યોજાઈ હતી .જેમાં ધોરણ થી ના ૨૦૪ બાળકોએ ભાગ લીધો હતો દરેક બાળકોને કલર્સ અને ડ્રોઇંગ પેપર અને તમામ ને બિસ્કિટ અને કેડબરી ચોકલેટ નું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જજ તરીકે ડીસાના સેવાભાવી વ્યક્તિ એવા ચંદુભાઈ .ટી.ડી. સેવા આપી હતી .દરેક ધોરણદીઠ વિદ્યાર્થીઓને પ્રથમ અને દ્વિતીય ઇનામ આપવામાં આવ્યા હતાં.

  કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળા ના આચાર્યશ્રી તથા શિક્ષકો અને શિક્ષિકાઓએ સહયોગ આપ્યો હતો.

રોટરી ડીવાઈનના પ્રમુખ ડો.રીટાબેન પટેલે જણાવ્યું હતું  કે ડિવાઇન રોટરી સંસ્થાએ ડીસા તથા આસપાસના વિસ્તારમાં વિવિધ સેવાકીય કાર્યો કરી રહેલ છે. અત્યારે સરસ મજાની વિચરતી જાતિના બાળકો માટે આશાકિરણ સ્કૂલ પણ નવા બસ સ્ટેશન જોડે ચાલુ  છે અને અમુક સરકારી સ્કુલોમાં દીકરીઓ માટે બાથરુમના બાંધકામ હાથ ધરેલ છે.આજના કાર્યક્રમમાં પણ બાળકોનો ઉત્સાહ જોઈને તેમણે આનંદ વ્યક્ત કર્યો હતો.

સમગ્ર ઈનામના દાતા અને પ્રોજેકટ ચેરમેન તરીકે રોટે. ગીરીજાબેન અગ્રવાલ અને કવિતાબેન ઠક્કરે સુંદર આયોજન કર્યું હતું અને રોટે. કાન્તાબેન પટેલ, ડો. બિનલબેન માળી,કિંજલબેન ઠક્કરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સેક્રેટરી રોટે. હિનલ અગ્રવાલે કર્યું હતું .

Download Our B K News Today App



Related News