રોટરી કલબ ઓફ પાટણ દ્વારા સુભાષ ચોક ખાતે પાણીની પરબ શરૂ કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-05-04 12:17:11
  • Views : 417
  • Modified Date : 2019-05-04 12:17:11

પાટણ શહેરમાં સેવાકિય પ્રવૃત્તિ કરતી અનેક સેવાકીય સંસ્થાઓ સેવાના કાર્યો કરી સેવાની સુવાસપાટણ શહેરમાં સેવાકિય પ્રવૃત્તિ કરતી અનેક સેવાકીય સંસ્થાઓ સેવાના કાર્યો કરી સેવાની સુવાસને ચોમેર ફેલાવી રહ્યા છે. ત્યારે ઉનાળાની બળબળતી ગરમીમાં રાહદારીઓ સહિત વાહનચાલકોને પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ બની રહે તેવા ઉદ્દેશથી રોટરી કલબ ઓફ પાટણ પરિવાર દ્વારા ગુરૂવારના રોજ શહેરના સુભાષ ચોક ખાતે ઠંડા મીનરલ પાણીની પરબને ખુલ્લી મૂકવામાં આવી હતી. આ સેવાકીય પ્રોજેક્ટના શુભારંભ પ્રસંગે રોટરી કલબ ઓફ પાટણના પ્રમુખ નિતીનભાઈ પટેલ, મંત્રી જયરામભાઈ પટેલ, બાબુભાઈ પ્રજાપતિ, ડો.દિક્ષિત,, રણછોડભાઇ પટેલ, વિનોદભાઈ સુથાર, ધનરાજભાઈ ઠક્કર, મહેન્દ્રભાઈ પટેલ, સહિતના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. રોટરી ક્લબ પાટણ દ્વારા સુભાષ ચોક ખાતે શરૂ કરાયેલી ઠંડા પાણીની પરબની સેવાને લોકોએ સરાહનીય લેખાવી હતી.


Download Our B K News Today App



Related News