ડીસાના આસેડા ગામે આવેલ આંગણવાડી કેન્દ્રના ઓરડા બિસ્માર હાલતમાં : સ્થાનિકોમાં રોષ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-05 11:19:00
  • Views : 203
  • Modified Date : 2022-05-05 11:19:00

 

ડીસા તાલુકાના આસેડા ગામે આવેલ આંગણવાડી કેન્દ્રના ઓરડાઓ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે બાબતે સ્થાનિક લોકો દ્વારા અનેકવાર ઓરડા રીપેરીંગ માટે રજૂઆત કરવામાં આવી હોવા છતા આજ દિન સુધી રીપેરીંગ કામ થયું નથી જેથી આસેડા ગામના સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

 

દર વર્ષે ગ્રામીણ વિસ્તારના બાળકો સારું શિક્ષણ મેળવે તે માટે સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે પરંતુ આજે પણ ડીસા તાલુકામાં એવી અનેક શાળાઓ અને આંગણવાડીઓ છે કે જ્યાં બાળકોને અભ્યાસ કરવા માટે ઓરડાની યોગ્ય વ્યવસ્થા નથી તેમ છતાં પણ બાળકો જીવના જોખમે અભ્યાસ કરી રહ્યા છે સરકાર પણ ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું હોય તેવી મોટી મોટી વાતો કરી રહી છે પરંતુ ગ્રામીણ વિસ્તારમાં હકીકત તિથિ શું છે તે આજે ગામમાં આવેલી આંગણવાડી પરથી જોવા મળી રહી છે ડીસા તાલુકાના આસેડા ગામે આવેલ આંગણવાડી છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર હાલતમાં છે ખાસ કરીને તેની આજુબાજુની તમામ દિવાલો પરથી પોપડાઓ નીકળી ગયા છે જેના કારણે આંગણવાડીનો રોડા ગમે ત્યારે નીચે પડી શકે તેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે બાબતે સ્થાનિક લોકો દ્વારા અનેકવાર આંગણવાડી ના ઓરડા રીપેરીંગ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં પણ આજદિન સુધી ઓરડાનો કોઈપણ પ્રકારનું રીપેરીંગ કામ કરવામાં આવી નથી જેના કારણે હાલમાં આંગણવાડીમાં જીવના જોખમે બાળકો અભ્યાસ કરી રહ્યા છે ત્યારે ગામ લોકોની માંગ છે કે તાત્કાલિક ધોરણે આંગણવાડીનું કામ રીપેરીંગ કરવામાં આવે જેથી આવનારા સમયમાં કોઇ મોટી દુર્ઘટના સર્જાય

Download Our B K News Today App



Related News