મકાનની છત ધરાશાયી થતા બની દુર્ઘટના, ભાજપના કાઉન્સિલરનું થયું અવસાન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-17 18:15:44
  • Views : 494
  • Modified Date : 2025-03-17 18:15:44

ભરૂચમાં વોર્ડ નંબર 6ના ભાજપના કાઉન્સિલર વિસાલ વસાવાનું મકાનની છત ધરાશાયી થતાં મોડી રાત્રે મોત થયું છે.


ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 6ના ભાજપના કાઉન્સિલર વિસાલ વસાવાનું મકાનની છત ધરાશાયી થતાં મોત થયું છે. રાત્રી દરમ્યાન મકાનની છત ધરાશાયી થતા કાઉન્સિલર વિસાલનું મોત થયું છે જ્યારે વિશાલની પત્નિ અમિતા વસાવાને ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા હતા

કાઉન્સિલર વિસાલ વસાવાનું મોત

પાયોનિયર હાઈસ્કૂલ નજીક જુના મકાનની છત ધરાશાયી થતા આ દુર્ઘટના બની હતી. ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે મોકલ્યો છે. મોડી રાત્રે જ કોર્પોરેટરના મૃત્યુના સમાચાર ફેલાતાં ભાજપ જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિત પાલિકાના સભ્યો અને અધિકારીઓ હોસ્પિટલ દોડી આવ્યા હતા.

આ પણ વાંચો: ફરીથી વિવાદમાં અમદાવાદની LG હોસ્પિટલ, દર્દીઓને હાલાકી પડતા વિપક્ષ મેદાને

શોકનું મોજું ફરી વળ્યું

વિસાલ વસાવાના અવસાનના સમાચારથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિત અનેક આગેવાનો સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. ભરૂચ બી ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Download Our B K News Today App



Related News