જાહેરમાં યુવતીઓની છેડતી કરનાર રોમિયોની ધરપકડ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-10-06 16:14:55
  • Views : 102
  • Modified Date : 2023-10-06 16:14:55

રાજકોટમાં દિવસે દિવસે અસામાજિક તત્વોનો ત્રાસ વધતો ગયો છે. રાજકોટમાં યુવતીઓની પજવણીનો વીડિયો વાયરલ થયો હતો. રાજકોટમાં જાહેરમાં યુવતીઓની છેડતીકરનાર રોમિયોની પોલીસે ધરપકડ કરી છે. રાજકોટમાં જાહેરમાં યુવતીઓની છેડતી કરી પરેશાન કરતા વ્યક્તિનો વીડિયો વાયરલ થયો હતો. જેના પગલે પોલીસે કેવલ નામના આરોપીની ધરપકડ કરી છે.તો ઘટનાની વાત કરીએ તો આ ઘટના રાજકોટના પેડક રોડ પરની છે. અસામાજિક તત્વોને કાયદાનું ભાન કરાવવા માટે રાજકોટ પોલીસે છેડતી કરનાર યુવકનું સરઘસ કાઢ્યું હતુ. જેથી તે ભવિષ્યમાં આવી કોઈ ઘટના બીજી વાર ન કરે. તો આ આરોપી વાલ્મિકી સરકારી ક્વાર્ટર્સમાં રહેતો હતો.

Download Our B K News Today App



Related News