ગાંધીનગરમાં માનવતા મહેકવાતો કિસ્સો કોરોનામાં કરોડોનું નુકસાન છતાં કર્મચારીઓને રોકડ પુરસ્કાર આપતી યોગી બસ સેવા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-28 11:40:46
  • Views : 326
  • Modified Date : 2020-12-28 11:40:46

લોકડાઉનમાં મેડિકલ ઈમરજન્સી અને જીવન જરૂરિયાત વસ્તુઓ સિવાય કશું મળતું ન હતું. જ્યારે લોકડાઉન હટાવી લેવાની વાત આવી ત્યારે લોકો પોતાના ધંધા-રોજગાર બદલી રહ્યા હતા તેમજ ગુજરાન ચલાવવા નોકરીઓ શોધી રહ્યા હતા.
યોગી બસ સેવા ગાંધીનગરમાં છેલ્લા ૨૦ વર્ષથી ચાલી રહી છે. અને ગાંધીનગરમાં સીટી બસ તરીકેનો કોન્ટ્રાક્ટ તેમની પાસે છે જે છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહ્યો છે. સીટી બસ માર્ચ મહિનાથી કોરોનાના કારણે બંધ થઈ હતી જે સતત ૧૦ મહિના જેટલી બંધ રહેતા ત્રણ થી ચાર કરોડનું ભારે નુકસાન આવ્યું છે. માલિક ભરતસિંહ દ્વારા સારી કામગીરીના બદલામાં વળતર અને રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. ગાંધીનગર જિલ્લામાં એક માત્ર એવી પ્રાઇવેટ બસ સેવા છે જે દર મહિને ડ્રાયવર કંડેકટરને સારી કામગીરી બદલ રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. યોગી બસ સેવા કુલ ૮૦-૯૦ જેટલી બસ ધરાવતું નેટવર્ક છે.
કોરોનાનાં કાળા કહેર વચ્ચે ભલભલાના ધંધા રોજગારને બહુ મોટું નુકસાન થયું છે. જેમાં મધ્યમ અને નીચલો વર્ગ
સંપૂર્ણપણે બેરોજગાર બની ગયો હતો. અને આર્થિક
પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યો હતો. ત્યારે ગાંધીનગરમાં ચાલતી સીટી બસ યોગીના માલિક ભરતસિંહ કુંપાવત
પોતાના ત્યાં કામ કરતાં ડ્રાઇવર કન્ડકટરોને દર મહિને સારી કામગીરી કરનાર કર્મચારીને વળતર સ્વરૂપે ઈનામમાં રોકડ
પુરસ્કાર આપે છે. જાેકે તેમને રોકડ પુરસ્કાર આપવાની કામગીરી લોકડાઉન બાદ જ શરૂ કરી છે. લોકડાઉનમાં ભારે નુકસાનમાંથી બહાર નીકળેલા ભરતસિંહે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. ભરત સિંહે કર્મચારીઓનું શોષણ નહીં પરંતુ તેમના સાથે ખભે ખભો મિલાવીને ચાલી રહ્યા છે.

Download Our B K News Today App



Related News