બનાસકાંઠા જિલ્લામાં કોરોના વિસ્ફોટ ઃ રોજના ૧૫૦ થી વધુ કેસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-11-20 11:14:54
  • Views : 1249
  • Modified Date : 2020-11-20 11:14:54

બનાસકાંઠા જિલ્લામાં દિવાળીના તહેવાર પૂર્ણ થતાની સાથે જ હાલમાં જાણે કોરોનાવાયરસનો તહેવાર શરૂ થયો હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં બજારોમાં ખરીદી માટે લોકોની ભીડ લાગી હતી. જેના કારણે સતત લોકોનું સંક્રમણ વધ્યું હતું અને લોકોએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ રાખ્યા વગર જ બજારોમાં ખરીદી કરી રહ્યા હતા. જેના કારણે હાલ સ્થિતિ ખૂબ જ ગંભીર જોવા મળી રહી છે. હાલમાં જિલ્લામાં રોજના ૧૦૦થી પણ વધુ કોરોનાવાયરસના કેસો સામે આવી રહ્યા છે. સતત લોકોના વધેલા સંક્રમણના કારણે હાલ જિલ્લામાં કોરોનામાં વિસ્ફોટ જેવી સ્થિતિ સર્જાઈ છે.
બનાસકાંઠા સહિત સમગ્ર ઉત્તર ગુજરાતમાં તહેવારોના સમયમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ખુબ જ વધી ગઈ છે. ધંધાર્થે સ્થાયી થયેલા સુરત, નવસારી ,મુંબઇ સહિતના વિસ્તારોમાંથી લોકો તહેવારોની ઉજવણી માટે માદરે વતન આવતા જ કોરોનાનું સંક્રમણ
પણ વધ્યું છે. તેના કારણે શહેરોની સાથે-સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ ખૂબ જ ચિંતાજનક હદે કોરોનાના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જિલ્લામાં પણ રોજ આઠથી દસ દર્દીઓ નોંધાતા હતા તેની જગ્યાએ અત્યારે કોરોના દર્દીઓની સંખ્યા ૬૪ સુધી
પહોંચી છે
 અને જો આવી જ સ્થિતિ રહેશે તો કદાચ આવનારા સમયમાં હોસ્પિટલમાં દર્દીઓને જગ્યા પણ નહીં મળે તેવી સ્થિતિ સર્જાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. જેને પગલે હવે આરોગ્ય વિભાગે પણ એક્શન પ્લાન કર્યો છે અને અત્યારે ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોના ને અટકાવવા માટે વધુને વધુ કોરોના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યું છે.

Download Our B K News Today App



Related News