શહેરનો રોહિત યાદવ આંતરરાષ્ટ્રીય સ્તરે એથ્લેટિક્સમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-24 13:09:02
  • Views : 244
  • Modified Date : 2022-07-24 13:09:02

ભાવનગરની રમત-ગમતની યશકલગીમાં વધુ એક મોરપીંચ્છનો વધારો થવાં જઇ રહ્યો છે. કારણ કે ભાવનગરના સીદસર ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં તૈયાર થયેલ આ યુવા એથ્લેટ એથ્લેટિક્સમાં ભારતનું આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિનિધિત્વ કરવાં જઇ રહ્યો છે. મૂળ વાપીનો અને 18 વર્ષની વય ધરાવતો આ એથ્લેટ નડિયાદ ખાતે યોજાયેલી ઝલક દોડ (રેસ વોક) સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવીને લાઇમલાઇટમાં આવ્યો હતો. ત્યારબાદ તેનું હીર પારખીને રાજ્ય સરકાર દ્વારા તેને રાષ્ટ્રીય કક્ષાએ તક મળતાં તે અત્યારે છેલ્લાં 6 માસથી બેંગ્લોર ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ ખાતે વધે ઉચ્ચ સ્તરની તાલીમ સરકારી ખર્ચે મેળવી રહ્યો છે.

હવે રોહિત યાદવ કોલંબિયાના કાલી ખાતે યોજાનાર અંડર-20 વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ કે જે વર્લ્ડ જૂનિયર ચેમ્પિયનશીપ તરીકે જાણીતી છે તેમાં આગામી સમયમાં ભાગ લેશે.આ અંગે રોહિત યાદવના કોચ સુનિલભાઇ ચૌધરીએ જણાવ્યું કે, રોહિત યાદવ છેલ્લાં ત્રણ વર્ષથી તેમના હાથ નીચે તાલીમ લઇ રહ્યો હતો. અને તેનામાં ઘણી ક્ષમતા છે.

ભાવનગરમાં હવે ધીમે-ધીમે રમતનો માહોલ બની રહ્યો છે. સીદસરના આધુનિક સ્પોર્ટ્સ કોમ્પલેક્સને લીધે ભાવનગરના ખેલાડીઓને સારું પ્લેટફોર્મ મળી રહ્યું છે. આ અગાઉ લંડન ઓલિમ્પિક-2012માં 20 કિ.મી. માટેની ઝલક ચાલ માટે ગુજરાતના બાબુભાઇ પનોચા અન્ય ભારતીય ગુરમીતસિંઘ સાથે પસંદ થયાં હતાં. જેમાં તેઓ 11માં ક્રમાંકે આવ્યાં હતાં. ઉત્તર ગુજરાતના માલપુર તાલુકાના આંબવા ગામના હતા.

 

Download Our B K News Today App



Related News