રોહિંગ્યા મુસ્લિમો 40 દિવસે ઇન્ડોનેશિયા પહોંચ્યા, 26ના મોત

  • Published By : parth lakhtaria
  • Published Date : 2022-12-29 14:16:04
  • Views : 396
  • Modified Date : 2022-12-29 14:16:04

મ્યાનમારમાં અત્યાચારનો સામનો કરી રહેલા રોહિંગ્યા મુસ્લિમો સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આશરે 200 જેટલા રોહિંગ્યા મુસ્લિમો લગભગ 40 દિવસ સુધી અંદમાન સમુદ્રમાં ભટકતા રહ્યા બાદ ઇન્ડોનેશિયા પહોંચ્યા છે. જેમાં 26ના મોત નિપજ્યાં હતા.

એક મહિનાથી વધુ સમય સુધી આ રોહિંગ્યા મુસ્લિમોએ ખોરાક, દવા અને ખરાબ એન્જિન જેવી આફતોનો સામનો કર્યો હતો. આ યાત્રા દરમ્યાન નબળાઇ અને ડિહાઇડ્રેશનના કારણે 26 લોકોના મોત થયા હતા. આ યાત્રામાં ભાગી ગયેલા મુસાફરો એટલા નબળા પડી ગયા હતા, કે તેઓ માંડ માંડ ચાલી શકતા હતા.

ઇન્ડોનેશિયા પહોંચ્યા બાદ તેઓએ એક સ્થાનિક મસ્જિદમાં રાત વિતાવી હતી. બચી ગયેલા લોકો પૈકી એક રોહિંગ્યા શરણાર્થીએ કહ્યું કે, આ પ્રવાસ દરમ્યાન લગભગ 26 જેટલા લોકોના મોત નિપજ્યાં હતા, જેને દરિયામાં ફેંકી દેવામાં આવ્યા હતા.

ચોમાસાની સમાપ્તિ સાથે જ રોહિંગ્યા મુસ્લિમો દર વર્ષે મ્યાનમાર અને બાંગ્લાદેશમાંથી શરણાર્થી શિબિરોમાંથી પલાયન કરવા લાગે છે. જેઓ મલેશિયા અને ઇન્ડોનેશિયા જવાનું પસંદ કરે છે, પરંતુ ઘણીવાર આ લોકોને સંયુક્ત રાષ્ટ્રમાં માનવ પિંગપોંગ ઘોષિત વિસ્તારમાં ફસાઇ જાય છે. જ્યાંથી તેમને પરત મોકલવામાં આવે છે.

ઇન્ડોનેશિયાના આચેહ તટથી પહોંચેલા શરણાર્થીઓના એક ગ્રુપે જણાવ્યું હતું કે, મલેશિયા દ્વારા જહાજને મંજુરી ન મળતા તેઓને દરિયા કિનારે જ એક સપ્તાહ જેટલો સમય વિતાવવો પડ્યો હતો. એક અધિકારીના જણાવ્યા અનુસાર આ બોટમાં લગભગ 174 લોકો હતા.

14 વર્ષીય ફારૂકે જણાવ્યું હતું કે, બાંગ્લાદેશ છોડયાના 10 દિવસ પછી અમારી પાસે રાશન ખલાસ થઇ ગયું હતું. સાથે જ સાત દિવસ બાદ બોટનું એન્જિન તુટી ગયું હતું, જ્યારે અમે મલેશિયા પહોંચ્યા ત્યારે અમને અંદર જવાની મંજુરી મળી નહતી, ત્યારબાદ તેઓ ઇન્ડોનેશિયા તરફ આગળ વધ્યા હતા. જેઓને પહોંચતા 40 દિવસનો સમય લાગ્યો હતો.

યુનાઇટેડ નેશન્સ હાઇ કમિશ્નર ફોર રેફ્યુજીસ અનુસાર, છેલ્લા બે મહિનામાં ઇન્ડોનેશિયા પહોંચનારી આ ચોથી બોટ છે. આ સાથે જ યુએનએચસીઆરએ આશંકા વ્યક્ત કરી છે, કે હિન્દ મહાસાગરમાં એક હોડી ડુબી જવાથી લગભગ 180 શરણાર્થીઓના મોત થયા છે.

2017માં મ્યાનમારમાં ક્રુર સૈન્ય કાર્યવાહી બાદ રોહિંગ્યા પર અત્યાચાર ચાલુ છે. મ્યાનમાર અને બાંગ્લાદેશની સરહદ નજીક આવેલા કેમ્પમાં આશરે 10 લાખ રોહિંગ્યા રહે છે. પરંતુ શિબિરોમાં નોકરી અને શિક્ષણના અભાવે હજારો લોકો દરિયાઇ માર્ગે ઇન્ડોનેશિયા જવા માટે પોતાનો જીવ જોખમમાં મુકી રહ્યા છે. ઇન્ડોનેશિયા પહોંચેલા રોહિંગ્યાએ કહ્યું કે, બાંગ્લાદેશમાં અમારૂં જીવન મુશ્કેલ છે. અમારા ઘરની બહાર જવા પર પણ પ્રતિબંધ હતો. બાળકોને શાળાએ જવા દેવામાં આવ્યા નહતા

Download Our B K News Today App



Related News