પીએસઆઇ ભરતીમાં અનામત જગ્યાને લઇ ડીસામાં સંત શ્રી રોહીદાસ સેવા ટ્રસ્ટ તરફથી આવેદનપત્ર અપાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-22 10:57:05
  • Views : 332
  • Modified Date : 2021-03-22 10:57:05

હાલમાં જાહેર થયેલ
પીએસઆઇની ભરતીમાં અનામત ૭% ની જગ્યાએ એક જ જગ્યાની ફાળવણી કરતા અસંતોષની લાગણી ફેલાઈ હતી. આ બાબતે અનુસૂચિત જાતિ સાથે અન્યાય થઇ રહ્યો છે. તેના આક્રોશ સાથે ગત સંત શ્રી રોહીદાસ સેવા ટ્રસ્ટ તરફથી ડીસાના પ્રાંત કલેકટર તેમજ મામલતદારને તેમના સાથે થઈ રહેલા અન્યાયને તેમજ સરકારના ૭% અનામતના વાયદાને અમલમાં રાખી ભરતી પ્રક્રિયા કરવામાં આવે તે સંદર્ભે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમજ અનુસૂચિત જાતિ માટે મહિલા ઉમેદવારો માટે પણ જગ્યાની ફાળવણી ન કરતા જે અન્યાય થઇ રહ્યો છે. મહિલાઓ સાથે તો જે પણ ભરતી પ્રક્રિયા કરવામાં આવી રહી છે. અને સરકારએ નકકી કરેલ અનામત જગ્યાઓની ફાળવણી મુજબ ભરતી કરવામાં આવે તેવી માંગણી સાથેનું આવેદનપત્ર બહોળી સંખ્યામાં ભેગા થઈ આપવામાં આવ્યું હતું. અને સરકારને અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું કે, જાે તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો અનુસૂચિત જાતિના લોકો મહાત્મા ગાંધીએ ચીંધેલા ગ્રહ
ઉપર આંદોલન કરી પોતાના હકની લડાઈ લડશે એવી જાહેરાત પણ કરવામાં આવી હતી.

Download Our B K News Today App



Related News