રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી તમામ પદો પરથી આપ્યુ રાજીનામુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-22 12:41:46
  • Views : 515
  • Modified Date : 2024-03-22 12:41:46

લોકસભા ચૂંટણીની ઘોષણા થઇ ગયા બાદ કોંગ્રેસે અમદાવાદ પૂર્વ બેઠક પર ઉમેદવાર તરીકે રોહન ગુપ્તાનું નામ જાહેર કર્યુ હતુ. જો કે બાદમાં રોહન ગુપ્તાએ ચૂંટણી લડવાથી સ્પષ્ટ ઇન્કાર કરી દીધો હતો. પોતાના પિતાની નાદુરસ્ત તબિયતના કારણે ચૂંટણીનું મેદાન છોડ્યું હોવાનું કારણ આગળ ધર્યુ હતુ. જો કે હવે રોહન ગુપ્તાએ કોંગ્રેસમાંથી તમામ પદો પરથી આપ્યુ રાજીનામુ આપી દેતા કોંગ્રેસને ખૂબ મોટો ઝટકો મળ્યો છે.બે દિવસ પહેલા રોહન ગુપ્તાએ સોશિયલ મીડિયા એક્સ દ્વારા ચૂંટણી લડવા માટે અસક્ષમ હોવાનુ જણાવ્યુ હતુ. રોહન ગુપ્તાએ જણાવ્યુ હતુ કે પિતાની અત્યંત કથળેલા સ્વાસ્થ્યને કારણે તેઓ અમદાવાદ પૂર્વ બેઠક પરથી તેમની ઉમેદવારી પરત ખેંચે છે અને આ સ્થિતિમાં નૈતિક રીતે તેઓ આ જવાબદારી સ્વીકારવા અસક્ષમ હોવાનુ જણાવ્યુ છે. વધુમાં તેમણે જણાવ્યુ કે કોંગ્રેસ પાર્ટી એ બેઠક પરથી જે કોઈપણ ઉમેદવાર જાહેર કરશે તેમને તેનું સંપૂર્ણ સમર્થન રહેશે.

Download Our B K News Today App



Related News